Western Times News

Gujarati News

ભારતનો આ રેલવે ટ્રેક જેની પર દોડશે 320 કિમીની ઝડપે બુલેટ ટ્રેન

રેલ્વે મંત્રીએ બતાવ્યો ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવેલો ખાસ ટ્રેક

(એજન્સી)અમદાવાદ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા ખાસ પ્રકારના ટ્રેકની પ્રથમ ઝલક બતાવી છે. તેણે તેમના એક્સ હેન્ડલ પરથી આને લગતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે દેશના પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેકની વિશેષતાઓ સમજાવી હતી.

ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે બની રહેલા આ ટ્રેક વિશે વિગતવાર માહિતી વીડિયોમાં આપવામાં આવી છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન દોડવાના દ્રશ્યો પણ એનિમેટેડ રીતે સામેલ કરવામાં આવ્યા છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ બનેલા આ ટ્રેક બેલાસ્ટલેસ છે, એટલે કે એવા ટ્રેક, જેને હાઈ-સ્પીડ ટ્રેનોના વજનને સહન કરવા માટે ટ્રેકમાં કાંકરી અને કોંક્રીટના ખૂણાની જરૂર પડતી નથી. વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેક પર સ્પીડ ૩૨૦ કિમી પ્રતિ કલાકની હશે. જેમાંથી ૧૫૩ કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત ૨૯૫.૫ કિમીનું પીયર વર્ક પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

વીડિયો બતાવે છે કે આ વિશિષ્ટ્ર ટ્રેક સિસ્ટમ – જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક સિસ્ટમ મુખ્યત્વે ચાર ભાગો ધરાવે છે. આરસી ટ્રેક બેડ એ વાયા ડક્ટની ઉપર સિમેન્ટ-ડામર અને મોર્ટારનો એક સ્તર છે, જેમાં પ્રી-કાસ્ટ સ્લેબ અને ફાસ્ટનર્સ સાથેની રેલ્સ છે.

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં બે જગ્યાએ પ્રી-કાસ્ટ આરસી ટ્રેક સ્લેબ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના આણંદ અને કીમમાં. લગભગ ૩૫ હજાર મેટ્રિક ટન રેલ આવી ચુકી છે. બાંધકામની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.