૧૮૬૦ના દશકમાં ભારતના આ રીસોર્ટને અંગ્રેજોએ વિકસાવ્યું હતું
હાલમાં વરસાદની ઋતુ ચાલી રહી છે એવામાં જાે તમનેે પહાડો પરથી પડતા ઝરણા જાેવા મળે તો?? તેમજ તમેે જ્યાં ઉભા છો ત્યાંની આસપાસ સમગ્ર લીલોતરી અને અવનવા ફૂલછોડ જાેવા મળે તો??
જાે મે આવી જકોઈ જગ્યા પસંદ કરતા હો તો તેે માટે મહારાષ્ટ્ર રાજ્યનું પંચગની હિલ સ્ટેશન સૌથી બેસ્ટ જગ્યા છે. પંચગીની તમને પ્રાકૃતિક વિવિધતા ઉપરાંત આકર્ષક ઝરણાઓેથી અવગત કરાવશે. અને જાે તમે પ્રકૃતિપ્રેમી હો તો આ જગ્યા તમારા હૃદયને સ્પર્શી જ જશે. ૧૩૩પ મીટરની ઉંચાઈ તેમજ પાંચ પહાડોથી ઘેરાયેલુૃ પંચગની પર્યટકોને માનસિક તેમજ શારીરિક રાહત તેમજ ઠંડકનો આહ્લાદક અનુભવ કરાવે છે. અહીંના તમામ સ્થળો મનોરમ દ્રષ્યો માટે વિશેષ પ્રસિધ્ધ છે.
અહીંના ટેબલલેન્ડ સિડની પોઈન્ટ, કેટસ પોઈન્ટ, ઉપરાંત ધોમડેમ, લીંગમાલા ફોલ્સ, પ્રતાપગઢ કિલ્લોે. કમલગઢ કિલ્લોે, રાજપુરી ગુફાઓ પર્યટકોને આકર્ષે એવા છે. અહીંના કેટલાંક વિસ્તાર તો ટ્રેકિંગ માર્ગે માટે પણ ઉપલબ્ધ છે. સહ્યાદ્રી પર્વતના પાંચ મહાડોને કારણે જ આ જગ્યાનુૃ નામ પંચગની પાડવામાં આવ્યુ હતુ. પંચગનીની ઉંચાઈથી પર્યટક કમલગઢ કિલ્લો અને ધામ ડેમના નયનરમ્ય દ્રષ્યો જાેઈ શકે છે.
પંચગનીનો ઈતિહાસ પણ જાણવાલાયક છે. બ્રિટીશરાજ દરમ્યાન ૧૮૬૦ના દશકમાં લોર્ડ જાેન ચેસનની દેખરેખમાં એક ગ્રીષ્મકાલીન (ઉનાળા)ના રીસોર્ટ તરીકે અંગ્રેજાે દ્વારા તેને વિકસિત કરવામાં આવ્યુ હતુ. પંચગનીને એક સેવા નિવૃતિ સ્થાનના રૂપમાં પણ વિકસિત કરવામાં આવ્યાનું કહેવાય છે. કારણ કે અહીની મોસમ સમગ્ર વર્ષ દરમ્યાન સુખદ જ રહેતી હોય છે. અલબત,અહીનંુ વાતાવરણ કોઈને પણ માફક આવી જાય એવુૃ છે. જથી કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ શાંતીનો આનંદ ઉઠાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે જાેન ચેસને આ સ્થળને વધુ આકર્ષક અને આહ્લાદક બનાવવા માટે કેટલાંય ફૂલછોડ વાવ્યા હતા. આ ફૂલછોડ વાવ્યા બાદ પંચગની વધુ આકર્ષક બનવા લાગ્યુ હતુ. પહેલાં પંચગની પાસેના મહાબળેશ્વરમાં અંગ્રેજાે માટે ઉનાળુ રીસોર્ટ હતો. પરંતુ એ જગ્યા વર્ષાઋતુમાં અનુકૂળ આવતી ન હોવાથી અંગ્રજાેએ પંચગનીને વિશેષ રીતે વિકસાવવાનું કામ હાથ ધર્યુ હતુ. જાેન ચેસને તેથી જ પાંચ ધાડેેઘર, ગોદાવલી, અમરલ, ખિંગાર અને તાયઘાટની વચ્ચે ખુબસુરત જગ્યા એટલે કે પંચગની વસાવ્યુ.
સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીની આસપાસ અહીં સૌથી સાનુકૂળ મોસમ હોય છે. જાે કે, અહીં આખા વર્ષનું વાતાવરણ સાનુકૂળ હોય છે. વર્ષાઋતુના આરંભ થયા બાદ અને ઠંડીમાં પંચગનીમાં ફરવાની, રહેવાની અનેરી મજા આવે છે. કારણ કે આ દરમ્યાન હરિયાળી વધુ જાેવા મળે છે. તદુપરાંત ઝરણાનો સંપૂર્ણ પ્રવાહ અને હવાનો લહાવો તમે વિસ્તારપણે માણી શકો છો.
અહીંનું ટેબલલેન્ડ એક ઉચ્ચ પ્રદેશ છે. જે સમુદ્રતટથી ૪પ૦૦ ફૂટની ઉંચાઈએ આવેલો છે. આ એશિયાનો બીજાે સૌથી લાંબો પર્વતીય ઉચ્ચ પ્રદેશ પણ કહેવાય છે. કારણ કે ટેબલલેન્ડ ૯પ એકરના ક્ષેત્રમાં ફેલાયેલો છે. જે સૌથી પ્રસિધ્ધ પર્યટક આકર્ષણ છે. ઉપરાંત અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ માણવાલાયક હોય છે તેથી વિશેષ અહીં ઘોડેસ્વારી અને આર્કડ ગેમની મજા પણ તમે માણી શકો છો.
પંચગની પાસેે જ દેવરાઈકલા ગામ છે. જે તેની કલા માટે વિશેષ વખણાય છે. અહીં ખાસ કરીને પિત્તળ, લોખંડ, પત્થર ઉપરાંત લાકડા અને વાંસની વિવિધ વસ્તુઓ ખુબ જ પ્રસિધ્ધ છે. પંચગનીનુૃ કોઈ સ્થાનીય વ્યંજન નથી. પણ પંચગની સ્ટ્રોબરી માટે વિશેષ પ્રખ્યાત છે.
કેવી રીતે પહોંચશો? –પંચગની પૂણેથી મહાબળેશ્વર રોડ પર આવેલુ છે. વાઈ શહેરથી પણ પંચગની જઈ શકાય છે. તેમજ પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જઈ શકાય છે. પૂણેથી પંચગની ડ્રાઈવ કરતા બે કલાક લાગે છે. ઉપરાંત મુૃબઈ, સતારા, પૂણે, મહાડ કે મહાબળેશ્વર જેવી જગ્યાએથી પ્રાઈવેટ વાહનો કે સરકારી વાહનોથી પણ પંચગની પહોંચી શકાય છે. પંચગનીથી નજીકનુૃ એરપોર્ટ પૂણેમાં આવેલુ છેે.