આ વર્ષે પહેલું સૂર્યગ્રહણ ૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ લાગી રહ્યું છે
નવી દિલ્હી, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સૂર્ય અને ચંદ્રગ્રહણ લાગવું એક ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે ૪ ગ્રહણ લાગે છે. બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ. આ વર્ષે પહેલું સૂર્યગ્રહણ ૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ લાગી રહ્યું છે.
આ સૂર્યગ્રહણ મેક્સિકો, કેનેડા અને અમેરિકાના કેટલાક વિસ્તારમાં પૂર્ણ દેખાશે. જે લગભગ ૪ મિનિટ ૨૮ સેકેંડનું હશે. વૈજ્ઞાનિકની ગણનાના આધારે ભોપાલના નિવાસી જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે ક્યારે લાગ્યું હતું સૌથી લાબું સૂર્યગ્રહણ અને હવે ક્યારે લાગશે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસા અનુસાર, અત્યાર સુધીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ ૧૫ જૂન, ૭૪૩ ઇસા પૂર્વે લાગ્યું હતું. એ સમયે સૂર્યગ્રહણનો સમયગાળો ૭ મિનિટ ૨૮ સેકન્ડનો હતો, જે આફ્રિકામાં કેન્યા અને સોમાલિયાના કિનારે હિંદ મહાસાગરમાં થયું હતું.
આ સૂર્યગ્રહણને હજારો વર્ષ વીતી ગયા છે, પરંતુ આજ સુધી આટલું લાંબુ સૂર્યગ્રહણ થયું નથી. જો કે, એવું માનવામાં આવે છે કે ૧૫૦ વર્ષ પછી જે સૂર્યગ્રહણ થવાનું છે તે આ સૂર્યગ્રહણની મર્યાદાની આસપાસ હોઈ શકે છે.
વૈજ્ઞાનિક ગણતરીઓ અનુસાર, ૧૬ જુલાઈ ૨૧૮૬ના રોજ સૂર્યગ્રહણ થશે, જે ફ્રેન્ચ ગુઆનાના કિનારેથી એટલાન્ટિક મહાસાગરને પાર કરી શકે છે.
પરિણામે, આ સૂર્યગ્રહણ લગભગ ૭ મિનિટ ૨૯ સેકન્ડ સુધી ચાલી શકે છે. Eclipse ૨૦૨૪ના ગ્રહણ નિષ્ણાત ડેન મેકગ્લોને કહ્યું છે કે, ‘૨૧૮૬ના ગ્રહણ દરમિયાન ચંદ્રનો પડછાયો પૃથ્વીના કેન્દ્રની ઉપર હશે.’ ચંદ્રની નજીક હોવાને કારણે તે ખરેખર મોટું હશે.
જ્યારે સૂર્ય પ્રમાણમાં દૂર હોવાને કારણે નાનું હશે. જ્યારે આ બધી વસ્તુઓ એક સાથે આવશે, ત્યારે સૌથી લાંબુ ગ્રહણ ૨૧૮૬માં થશે. માહિતી અનુસાર, ૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ થનારું પ્રથમ સૂર્યગ્રહણ ઘણા કારણોસર ખાસ માનવામાં આવે છે.
જ્યારે આ ગ્રહણ થાય છે, ત્યારે સૂર્ય તેની એક્ટિવિટીની ચરમ પર હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વખતે સૂર્યગ્રહણ ખુબ અલગ હોઈ શકે છે. નાસા અનુસાર, આ સૂર્યગ્રહણ સમગ્ર ઉત્તર અમેરિકામાં દેખાશે. આ પ્રકારનું સૂર્યગ્રહણ ૨૦૧૭ પછી અમેરિકામાં પ્રથમ કુલ સૂર્યગ્રહણ હશે.SS1MS