સિંધુ ભવન રોડ પર સ્ટંટ, રેસ કરતા નબીરાઓને ૧૧ લાખનો દંડ ફટકારાયો
૧૦ દિવસમાં પ૦ વાહન ડીટેઈન કરાયાં
અમદાવાદ,સિંધુ ભવન રોડ પર રાતના સમયે મોઘી ગાડીઓ અને બાઈકો પાર્ક કરીને બેસી રહેતા નબીરાઓ મોડી રાતે સ્ટંટ રેસ કરતા હોવાની સંખ્યાબંધ ફરીયાદો પોલીસને મળી હતી. જેના ભાગરૂપે પોલીસે છેલ્લા ૧૦ દિવસથી આવા નબીરાઓઅને પકડવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે.
જેમાં પોલીસે ટ્રાફીકના નિયમના ભંગ કરવા બદલ વાહનચાલકો પાસેથી રૂા.૧૧ લાખ દંડ વસુલ કર્યોહતો તેમજ પ૦ કરતાં પણ વધારે વાહનો ડીટેઈન કર્યા છે.
ઝોન-૭ ડીસીપી બી.યુ. જાડેજાએ જણાવ્યું કે, સિંધુ ભવન રોડ પર રાતના સમયે નબીરાઓ છાકટા બનીને બાઈક અને ગાડીઓમાં સ્ટંટ રેસ કરતા હોવાની ફરીયાદો મળી હતી.
જેના આધારે રોજ રાતે ૮થી૧ર વાગ્યા સુધી તાજ હોટલ ચાર રસ્તા પાસેા નાકાબંધી કરીને વાહન ચેકીગ કરવા સુચના આપી છે. ૭ ઓગષ્ટથી શરૂ કરાયેલી ડ્રાઈવમાં ટ્રાફીક પોલીસના જવાનો પણ એક ટુ વ્હીલરની-૧ ફોર વ્હીલરની એમ 2 ક્રેન અને ૧ ઈન્ટરસેપ્ટર વાન સાથે ચેકીગમાં જાેડાય છે.