ઈરાનમાં જેમને નિશાન બનાવ્યા તેમણે છેડી દીધું યુદ્ધ
તહેરાન, ઈરાન અને પાકિસ્તાન દ્વારા એક બીજા પર કરાયેલી એરસ્ટ્રાઈકે વિસ્તારમાં નવો તણાવ પેદા કર્યો છે. મંગળવારે ઈરાને સરહદી વિસ્તાર બલુચિસ્તાન-સિસ્તાનમાં મિસાઈલથી હુમલો કર્યો અને આતંકી સમૂહ જૈશ અલ અદલને નિશાન બનાવ્યું.
જવાબી હુમલામાં પાકિસ્તાની વાયુ સેનાએ ગુરુવારે ઈરાનના સરહદી વિસ્તાર સિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરીને બલોચ વિદ્રોહીઓ અને અલગાવવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કર્યા. તેનાથી ધૂંઆફૂંઆ થયેલા અલગાવવાદીઓએ પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ છેડવાની જાહેરાત કરી દીધી છે.
પાકિસ્તાને ઈરાની ભૂ ભાગમાં જે સંગઠનો પર હુમલા કર્યા છે તેમાં બલોચિસ્તાન લિબરેશન આર્મીઅને બલોચિસ્તાન લિબરેશન ફ્રન્ટ સામેલ છે. બીએલએએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ઈરાનના સિસ્તાન-બલોચિસ્તાન વિસ્તારમાં પાકિસ્તાનના હુમલામાં અનેક લોકો માર્યા ગયા છે.
આથી પાકિસ્તાને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. આ સમૂહે ચેતવણી આપી છે કે હવે બલુચ લિબરેશન આર્મી ચૂપ નહીં બેસે. અમે તેનો બદલો લઈશું અને અમે પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરીએ છીએ. બલુચિસ્તાનનો અર્થ છે બલુચોની ભૂમિ. આ એક દેશ નહીં પરંતુ પશ્ચિમ પાકિસ્તાનનો એક પ્રાંત છે.
ક્ષેત્રફળના મામલે તે પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. ક્વેટા તેની રાજધાની અને સૌથી મોટું શહેર છે. ૧૯૪૭માં જ્યારે પાકિસ્તાન ભારતથી અલગ થયું અને એક આઝાદ દેશ બન્યો ત્યારે આ વિસ્તાર પણ પાકિસ્તાનમાં સામેલ કરી લેવાયો. બલુચિસ્તાનીઓનો આરોપ છે કે તેઓ એક અલગ દેશની માંગણી કરી રહ્યા હતા પરંતુ જબરદસ્તીથી તેમને પાકિસ્તાનમાં ભેળવી દેવાયા.
ત્યારબાદથી ત્યાંના લોકોની સાથે પાકિસ્તાન સરકારનો સંઘર્ષ ચાલુ છે. બલુચિસ્તાનની આઝાદીની માંગણી કરનારા અનેક અલગાવવાદી સમૂહ વિસ્તારમાં સક્રિય છે. તેમાંથી એક અલગાવવાદી જૂથ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી , જે વિસ્તારમાં વર્ષ ૨૦૦૦થી સક્રિય છે. એવું માનવામાં આવે છે કે આ સંગઠનનું અÂસ્તત્વ પહેલીવાર ૧૯૭૦ના દાયકામાં જોવા મળ્યું. જ્યારે ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની સરકારે બલુચો પર દમન શરૂ કર્યું તો બલુચોએ સશસ્ત્ર બગાવત શરૂ કરી દીધી.
બાદમાં સૈન્ય તાનાશાહ ઝિયાઉલ હકે તે બળવાને દબાવી દીધો અને વાતચીત દ્વારા બલોચ નેતાઓને મનાવી લીધા પરંતુ આગ અંદર ધધકતી રહી. અલગાવવાદી નેતાઓએ મળીને ફરીથી બલુચિસ્તાન લિબરેશન આર્મી બનાવી લીધી. લાંબા સમય સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા બાદ વર્ષ ૨૦૦૦ની આસપાસ સંગઠન ફરીથી સક્રિય થયું. કેટલાક લોકોનું માનવું છે કે આ વર્ષે બીએલએની સ્થાપના થઈ.
હાલ બીએલએનું નેતૃત્વ ઝેબ બલૂચ કરે છે જે સંગઠનના કમાન્ડર ઈન ચીફ છે અને અનેક રહસ્યોથી ઘેરાયેલા છે. જુલાઈ ૨૦૨૩માં એક વીડિયો સંદેશમાં બલુચે કહ્યું હતું કે સમૂહના સશસ્ત્ર પ્રતિરોધ પાકિસ્તાન દ્વારા ઔપનિવેશિક ઉત્પીડન માટે એક જરૂરી પ્રતિક્રિયા હતી. તાજા મામલામા બલોચિસ્તાન લિબરેશન આર્મીના પ્રવક્તા આઝાદ બલોચ તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે ઈરાનના કબજાવાળા બલુચિસ્તાનમાં બીએલએની હાજરી નથી અને પાકિસ્તાને સામાન્ય નાગરિકો પર હુમલો કર્યો છે.
બલુચિસ્તાન ક્ષેત્રફળની રીતે પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. જે કુદરતી ગેસ અને ખનિજોથી સમૃદ્ધ છે અને હિંદ મહાસાગર અને રણનીતિક હોર્મુજ જલડમરુમધ્ય સુધી પહોંચ પ્રદાન કરે છે. તે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઈસી)ના માધ્યમથી ચીનના બેલ્ડ એન્ડ રોડ પહેલનું કેન્દ્ર પણ છે.
જાતીય બલચૂ આતંકીઓએ લાંબા સમયથી પાકિસ્તાન સરકાર સામે લડાઈ લડી છે, એક અલગ રાજ્યની માંગણી કરી છે અને ઈસ્લામાબાદ પર બલુચિસ્તાનના સમૃદ્ધ સંસાધનોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સમૂહોએ ક્ષેત્રમાં પાકિસ્તાની સુરક્ષા દળો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ચીની હિતો પર હુમલા કર્યા છે.SS1MS