Western Times News

Gujarati News

ઘેટાં બકરાની જેમ ટ્રેન પર ગોઠવાઇ ગયા હજારો લોકો

નવી દિલ્હી, આ વિડીયોમાં એક ટ્રેન પાટા પર ચાલતી જાેવા મળી રહી છે, પરંતુ ટ્રેનનું સ્ટ્રક્ચર જાેવા મળી રહ્યું નથી. મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરવા અને ટ્રેનની ટોચ પર બેસવા પર પ્રતિબંધ છે.

જાે કે કેટલાક લોકો આવું કરવાથી બચતા નથી, પરંતુ શું તમે ક્યારેય સેંકડો લોકોને એકસાથે ટ્રેનની ઉપર મુસાફરી કરતા જાેયા છે? ટ્રેનમાં ટ્રાવેલ કરતા યાત્રિકોની ખચાખચ ભીડના કારણે ટ્રેનનું સ્ટ્રક્ચર જાેવા મળતું નથી. આ ટ્રેન પર એટલા બધા યાત્રિકો બેઠેલા છે કે, સોશિયલ મીડિયા યૂઝર્સ આ જાેઈને દંગ રહી ગયા છે.

આ વિડીયો બાંગ્લાદેશનો છે, તેવું કહેવામાં આવી રહ્યું છે. આવો નજારો તમે ભારતમાં ભાગ્યે જ ક્યાંય જાેયો હશે. ભલે ટ્રેનની અંદર ભારે ભીડ હોય, પરંતુ ટ્રેનની ઉપર આવી ભીડ ક્યારેય નથી હોતી. આ વિડીયો જાેઈને તમે વિચારી રહ્યા હશો કે, આ હિંદીવાળું સફર છે કે, અંગ્રેજીવાળું સફર છે.

આટલા બધા યાત્રિકોની ભીડ જાેઈને કોઈપણ વ્યક્તિને ઝટકો લાગી શકે છે. ટ્રેનની છતથી લઈને બારી સુધી તમામ ખૂણામાં માત્ર અને માત્ર માણસો જાેવા મળી રહ્યા છે. ટ્રેનના છેલ્લા ડબ્બામાં બેઠેલ એક અંકલે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. અગાઉ પણ બાંગ્લાદેશના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ટ્રેનની છત પર અનેક લોકો બેઠેલા જાેવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર @nailainaya નામથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. અનેક લોકો વિડીયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ૫૯ સેકન્ડનો આ વિડીયો અનેક વાર જાેવામાં આવ્યા છે. હજારો લોકોને લાઈક કરી રહ્યા છે.

કમેન્ટ સેક્શનમાં લોકોએ આ વિડીયોને ગરીબી અને પોપ્યુલેશન વિસ્ફોટનો કરાર આપ્યો છે. એક સોશિયલ મીડિયા યૂઝરે કમેન્ટ કરી છે કે, ટ્રેન તૂટી નહીં, ટ્રેન ડ્રાઈવર છે કે પછી તે પણ ઉપર બેઠો છે. જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘કોઈ પડી કેમ નથી રહ્યું’, જેના પર એક યુઝરે મજાકમાં લખ્યું, ‘ફેવિકોલ કા જાેડ હૈ’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.