પ્રયાગરાજમાં ટ્રાફિક જામ હજારો વાહનો ફસાયા

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રયાગરાજની આસપાસના વિસ્તારોમાં વાહનોની અવરજવરને નિયંત્રિત કરવા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે.
જેના કારણે અનેક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. લગભગ ૧૨૫ કિમી પહેલા લગાવવામાં આવેલા આ અવરોધોથી આગળ વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી.મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, જેના કારણે ભીડને નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.
તાજેતરમાં થયેલી નાસભાગની ઘટનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી. જેના ભાગરૂપે પ્રયાગરાજ તરફ આવતા વાહનોને શહેરની બહાર જ રોકવામાં આવી રહ્યા છે.પ્રયાગરાજ તરફ જતા મુખ્ય માર્ગાે પર બેરિકેડ્સ લગાવવાના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
એવા અહેવાલો છે કે ૧૫ થી ૨૦ કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે.ટ્રાફિક જામના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે, જેના કારણે તેઓ તેમના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી શકતા નથી.
વૃદ્ધો, બાળકો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વહીવટી તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આગમનને કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવી મુશ્કેલ બની રહી છે.SS1MS