Western Times News

Gujarati News

ફ્લોરિડામાં વિનાશક વાવાઝોડુ ‘ઈડાલિયા’નો ખતરોઃ રેડ એલર્ટ જાહેર

વાવાઝોડાની અસરથી કેલિફોર્નિયામાં તોફાની પવન સાથે અતિભારે વરસાદ પડતાં સેંકડો લોકો ફસાયાઃ મોટાભાગનાં વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો

ફ્લોરિડા, અમેરિકાના ફ્લોરિડામાં ફરી એક વખત વિનાશક વાવાઝોડાનો ખતરો તોળાતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વાવાઝોડુ ઈડાલિયાની અસર ફ્લોરિડાના દરિયાકિનારે વર્તાવાની શરૂ થઈ છે. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતાં જળબેબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

અને હજારો લોકો પોતાના ઘરમાં જ પાણી અને વીજળી વગર મુશ્કેલીમાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિમાં પણ સરકારી તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે.

તોફાની પવનનાં કારણે ફ્લોરિડામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને અનેક ઘરોમાં પાણી ઘુસી ગયાં છે. ફ્લોરિડામાં વિનાશક વાવાઝોડા ઈડાલિયાના ખતરાને ધ્યાનમાં રાખી સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

અમેરિકાના ફ્લોરિડામાં મોટું તોફાન દસ્તક આપી રહ્યું છે. ઇડાલિયા નામનું વાવાઝોડું ૧૦૦ ની ઝડપે ફ્લોરિડા તટ તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન હવે કેટેગરી-૨ના વાવાઝોડામાં ફેરવાઈને ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડાની તીવ્રતાને જાેતા વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રશાસને દરિયાકિનારાની નજીક રહેતા લોકોને ભારે પવન અને પૂરના જાેખમથી બચવા માટે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી કરી છે.

અધિકારીઓએ સીડર ટાપુના રહેવાસીઓને ચેતવણી આપી છે કે ઇડાલિયાથી તોફાન ખૂબ વધારે ઘાતક હોઈ શકે છે. લગભગ ૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. વહીવટીતંત્રે અહીં રહેતા ૯૦૦ પરિવારોને તોફાનથી બચવા માટે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરી છે. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોએ શક્ય તેટલી વહેલી તકે દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા જાેઈએ અને સુરક્ષિત સ્થળોએ જવું જાેઈએ.

તોફાનના કારણે પ્રશાસને દક્ષિણ કેરોલિનામાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. મિયામીમાં નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠે પહોંચતા પહેલા આ વાવાઝોડાની ઝડપ વધુ વધશે. હાલ વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સતર્ક છે.

અમેરિકાના ફ્લોરિડામાં વિનાશક વાવાઝોડાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાને ઇડાલિયા નામ આપવામાં આવ્યું છે જે ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહ્યું છે, અને તે વધુ તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાને કારણે ૧૦૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઇડાલિયા આજે દક્ષિણ જ્યોર્જિયા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે.

અમેરિકાના ફ્લોરિડામાં ઇડાલિયા વાવાઝોડાની તીવ્રતાને જાેતા વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસને દરિયાકિનારાની નજીક રહેતા લોકોને ભારે પવન અને પૂરના જાેખમથી બચવા માટે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી કરી છે.

અધિકારીઓએ સીડર ટાપુના રહેવાસીઓને ચેતવણી આપી છે કે ઇડાલિયાથી તોફાન ખૂબ વધારે ઘાતક હોઈ શકે છે. લગભગ ૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. વહીવટીતંત્રે અહીં રહેતા ૯૦૦ પરિવારોને તોફાનથી બચવા માટે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરી છે.

વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોએ શક્ય તેટલી વહેલી તકે દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા જાેઈએ અને સુરક્ષિત સ્થળોએ જવું જાેઈએ.

ઈડાલિયા વાવાઝોડાના કારણે પ્રશાસને દક્ષિણ કેરોલિનામાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. મિયામીમાં નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠે પહોંચતા પહેલા આ વાવાઝોડાની ઝડપ વધુ વધશે. હાલ વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.