ત્રણ લાખના બાર લાખ ચૂકવવા છતાં આખા પરિવારને મારી નાખવાની ધમકી

અમરેલી, અમરેલી તાલુકાના લાપાળીયા ગામના એક ખેડૂતે જસદણ તાલુકાના વાજસુરપુરા ગામના એક વ્યાજખોર પાસેથી માસિક દશ ટકા વ્યાજના દરે રુ.ત્રણ લાખ લીધેલ હતાં.
ત્રણ લાખના બાર લાખ ચૂકવી દેવા છતાં પણ વ્યાજખોરે વધુ દશ લાખની પઠાણી ઉઘરાણી કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ખેડૂતની નવ વિઘા ખેતીની જમીનનું બાનાખત કરી લઈ જમીનનો કબ્જો મેળવી ખેડૂતનો ૮૦૦ મણ કપાસ કી રુ.૧૧.૨૦ લાખ પડાવી લીધાની ફરિયાદ થી ભારે ચકચાર મચી ગયેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી તાલુકાના લાપાળીયા ગામના કનુભાઈ જાદવભાઈ લુણાગરિયાએ ફરિયાદ નોંધાવતા જણાવેલ હતું કે પોતાના પુત્ર શૈલેશે બાબુભાઈ પરષોત્તમભાઈ તેરૈયા રે.વાજસુરપુરા જસદણ પાસેથી ચાર વર્ષમાં રુ.ત્રણ લાખ દશ ટકા વ્યાજે લીધેલ હતાં રુ.ત્રણ લાખના ૩૦ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે રુ.૧૨ લાખની પઠાણી ઉઘરાણી કરેલ હતી અને પૈસા દશ દિવસમાં ન આપેતો પુત્રને પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.
જેથી ડરના માર્યા ખેડૂતે જમીન ઉપર બાર લાખ ની લોન લીધેલ હતી જે રકમ વ્યાજખોરે કઢાવી લીધેલ હતી ત્રણ લાખના બાર લાખ ચૂકવી દેવા છતાં પણ વ્યાજખોરે વધુ દશ લાખની માંગણી કરેલ હતી અને ખેડૂત ની નવ વીઘા જમીન નું બાનાખત કરાવી લીધેલ હતું.
અને ખેડૂતની જમીનનો કબ્જો મેળવી મેળવી લીધેલ હતો.ખેડૂતનો બે વર્ષનો ૮૦૦ મણ કપાસ કી.રુ.૧૧.૨૦ લાખ પણ વ્યાજખોરે પડાવી લેધેલ હતા.વ્યાજખોરના શારીરિક માનસિક થી ત્રાહિમામ પોકારી ઉઠેલ વૃધ્ધ ખેડૂતે આખરે વ્યાજખોર બાબુભાઈ તેરૈયા વિરૂધ્ધમાં અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વ્યાજખોર ને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરેલ હતી.SS1MS