Western Times News

Gujarati News

બ્લેકમેલ કરવાની ધમકી આપી લાખ રૂપિયા પડાવી લીધા

અમદાવાદ, બોપલમાં રહેતા અને રીયલ એસ્ટેટ કંપનીમાં નોકરી કરતા યુવકનો સીબીલ સ્કોર નબળો હોવાને કારણે બીજે લોન ન મળતા તેણે લોન લેવા માટે એમ પોકેટ મોબાઇલ એપ્લીકેશનમાં લોગઇન કરીને મોબાઇલ ફોનના કેટલાંક સેગ્મેન્ટને એક્સેસ કરવા માટે પરમીશન આપીને પાન કાર્ડ, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજ અપલોડ કર્યા હતા. જાે કે એમ પોકેટથી અગાઉ લોન લેવાઇ ગઇ છે તેમ કહીને ઓનલાઇન છેતરપિંડી કરનાર ગેંગ દ્વારા યુવક અને તેના પરિવારજનો, મિત્રોના ફોટો એડીટ કરીને વોટ્‌સએપથી વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરીને તબક્કાવાર એક લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આ અંગે બોપલ પોલીસે આઇટી એક્ટ હેઠળગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સાઉથ બોપલમાં રહેતો શૈલેશ (નામ બદલેલ છે) બોપલ વકીલ બ્રીજ પાસે આવેલી એક રીયલ એસ્ટેટ કંપનીમાં નોકરી કરી છે. તેને ધંધાકીય કામ માટે નાણાંની જરૂરિયાત હતી. પણ સીબીલ સ્કોર ઘણો ઓછો હોવાને કારણે બેંકો દ્વારા લોન મળતી નહોતી. જેથી ગત સપ્ટેમ્બર ૨૦૨૨માં તેણે મોબાઇલ એપ્લીકેશનથી લોન લેવાનું નક્કી કર્યું હતું. જેમાં તેણે ગુગલ પ્લે સ્ટોર પરથી એમ પોકેટ નામની મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. આ સમયે કોન્ટેક્ટ, ગેલેરી અને લોકેશન જેવી બાબતોમાં એક્સેસમાં હા કહી હતી.

જે બાદ તેણે ડોક્યુમેન્ટ અપલોડ કરીને લોનની મેળવવા પ્રોસેસ શરૂ કરી હતી. જેના બીજા દિવસે ફોન આવ્યો હતો કે તેને લોન મળી શકે તેમ નથી કારણ કે અગાઉ એમ પોકેટથી લીધેલી લોન તેના નામે બાકી બોલે છે. જેથી સુનિલ ચોંકી ઉઠ્‌યો હતો અને તેણે કહ્યું હતું કે તેણે કોઇ લોન લીધી જ નથી. પરંતુ, કોલ કરનારે ધમકી આપી હતી કે નાણાં તો ભરવા જ પડશે.

બાદમાં તેને ઉઘરાણી માટે અનેક કોલ શરૂ થયા હતા અને ગેલેરી એક્સેસ કરીને વાંધાજનક ફોટો તેના પરિવારના સભ્યો અને અન્ય લોકોને વોટસએપમાં મોકલી આપ્યા હતા. જેથી સોશિયલ મિડીયામાં બદનામી થવાના ડરને કારણે યુવકે તબક્કાવાર એક લાખ રૂપિયા જેટલી રકમ ઓનલાઇ મોકલી આપી હતી. જાે કે તેમ છંતાય, નાણાંની માંગણી ચાલુ રાખવામાં આવતા શૈલેશે અમદાવાદ ગ્રામ્યના સાયબર સેલમાં અરજી કરી હતી. જેના આધારે બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.