Western Times News

Gujarati News

વિજ કચેરીમાં ઘૂસી જઈ સ્ટાફને મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ

કાલોલની MGVCL કચેરીમાં બે ઈસમોએ કરેલી તોડફોડ

(પ્રતિનિધિ)ગોધરા, કાલોલ તાલુકાના ડેરોલ ગામના બીલીયાપુરા વિસ્તારમાં બાકી વીજ બિલ વસૂલાતના નાણાં માટે વીજ કનેક્શન કાપવાના હુકમ મુજબ ફરજાે બજાવવા ગયેલા કાલોલ એમ.જી.વી.સી.એલ કંપનીના કર્મચારીઓને આ વિસ્તારમાં પોતાની જાતને ડોન ગણાવનારા બે ઈસમોએ વીજ કનેક્શન કાપવાનો આદેશ છૂટવી લઈને વીજ કર્મચારીઓને ધાક ધમકીઓ આપ્યા બાદ threatened to kill the MGVCL staff, a complaint was registered against goons

પોતાની ભાઈગીરીની અદા  સાથે કાલોલ એમ.જી.વી.સી.એલ કચેરીમાં જઈને હાજર બે ઈજનેરો સાથે ઝપાઝપી કરીને કચેરીના કાચ તોડીને ભયભીત વાતાવરણ વાતાવરણ સર્જવાના આ બનાવ સંદર્ભમાં કાલોલ પોલીસ જુનિયર ઈજનેર વિપુલ પટેલની ફરિયાદના આધારે અક્ષય સોની ઉર્ફે અન્નો અને રાજુ રાવળ ઈર્ફ બજાજ સામે ઇ.પી.કો. ૩૩૨, ૧૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ અને ૪૨૭ મુજબ નો ગુનો દાખલ કરીને પી.એસ.આઇ. બી.બી કાતરીયા એ મૈ હુ ડોન જેવા માથા ભારે હુમલાખોર ને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી છે.

હાલ દિવાળીના તહેવારો ટાણે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી બિલના બાકી નાણાંની વસુલાત કામગીરી પુર જાેશમાં આરંભી છે ત્યારે આવી જ એક કામગીરી અંતર્ગત કાલોલ તાલુકાના ડેરોલગામ સ્થિત બિલિયાપુરા વિસ્તારના વીજ ગ્રાહક ભગવતીપ્રસાદ સોનીને ત્યાં પહોંચેલી વસુલાત ટીમે વીજ ગ્રાહક પાસે બાકી નીકળતા નાણાંની માંગણી રજૂ કરી વીજ જાેડાણ કાપી નાખવાની તજવીજ હાથ ધરતા ત્યાં

હાજર બે ઈસમો પૈકી એક અક્ષય સોની ઉર્ફે અન્નો અને બીજાએ રાજુ રાવળ ઉર્ફે બજાજ હોવાની સાથે પોતાને આ વિસ્તારના ડોન તરીકે ઓળખાવી વીજ કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરી ધાક ધમકીઓ, ગાળો આપી વીજ કનેક્શન કાપવા દીધેલ નહિ અને કનેક્શન કાપવાનો હુકમ ઝૂંટવી લીધો અને ફોન કરીને નાયબ ઇજનેર ને પણ ધમકી આપી

જે અંગે વસુલાત કર્મચારી એ કાલોલ ઓફિસે રજૂઆત કરવા જણાવતા ઉપરોક્ત બંને ઈસમોએ બપોરના સુમારે ત્યાં પહોંચી ફરી એક વખત પોતાને ડોન તરીકે ઓળખાવી અમારું કનેક્શન કાપવા કેમ મોકલો છો તેવી ઉગ્ર રજૂઆતો કરી ઉશ્કેરાઈ જઈ મધ્ય ગુજરાત વીજ કંપનીના જુનિયર એન્જિનિયર વિપુલ પટેલ તેમજ નાયબ ઇજનેર માલીવાડ સાથે હાથાપાઈ કરી કુટુંબ સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મારામારી કરી કેબિનના કાચ તોડી ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું.

જે અંગેની હકીકતો સાથે સ્થાનિક વીજ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ કાલોલ પોલીસ મથકે પહોચી જુનિયર ઇજનેર વિપુલ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કામગીરી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પંચમહાલ જિલ્લા કલેકટરની અધ્યક્ષતા મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સરકારી, અર્ધસરકારી કે નિગમની કચેરીઓના રોજિંદા કામકાજમાં અવરોધ ઊભો કરતા તત્વો તેમજ સભ્ય સમાજને નુકશાન પહોચાડતા તત્વો સામે કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર સખ્ત કાર્યવાહી કરવામા  આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.