Western Times News

Gujarati News

પીએમ નેતન્યાહુ સહિત રક્ષા મંત્રી અને આર્મી ચીફને ખતમ કરવાની ધમકી

નવી દિલ્હી, ઈરાન તરફથી ઈઝરાયેલ પર લગભગ ૧૮૦ મિસાઈલો છોડવામાં આવી છે. જેના કારણે તણાવ ઘણો વધી ગયો છે. પરંતુ ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. ઇઝરાયેલે છેલ્લા ૧૨ કલાકમાં છઠ્ઠી વખત લેબનોન પર હવાઈ હુમલો કર્યાે છે.

જમીની હુમલા માટે વધુ સૈનિકોને ખસેડવાના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ લેબનોને પણ ઈઝરાયેલ પર ૧૦૦થી વધુ મિસાઈલો છોડી છે. ઈરાનના ગુપ્તચર મંત્રાલયે ઈઝરાયેલના મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે. ગુપ્તચર એજન્સી દ્વારા હિબ્›માં જારી કરાયેલી ધમકીમાં, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને તેમના અન્ય મુખ્ય સંરક્ષણ અધિકારીઓને ખતમ કરવાની વાત છે.

નેતન્યાહુનું નામ ફોટોગ્રાફ સાથેની યાદીમાં ટોચના ત્રણમાં છે, ત્યારબાદ રક્ષા મંત્રી યોવ ગાલાન્ટ અને આર્મી ચીફ હરઝી હલેવીનું નામ છે. લેબનોનના હિઝબોલ્લાહનું કહેવું છે કે તેના લડવૈયાઓ સરહદી શહેર મરુન અલ રાસમાં ઇઝરાયેલી દળો સાથે હાથોહાથ લડી રહ્યા છે.

ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે ઉત્તરીય વિસ્તારમાં સફેદમાં રોકેટ સાયરન બંધ કરી દેવામાં આવ્યું છે. મધ્ય પૂર્વમાં હાલમાં તણાવ ચરમ પર છે. લેબનોન સાથેની ઇઝરાયેલની સરહદ પર હિઝબોલ્લાહ લડવૈયાઓ સાથેની અથડામણમાં બે ઇઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે અને ૧૮ ઘાયલ થયા છે.

ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે લેબેનોન પર હુમલા તેજ કર્યા છે. ઈઝરાયેલે છેલ્લા ૧૨ કલાકમાં છઠ્ઠી વખત બેરૂત પર હુમલો કર્યાે છે. તે જ સમયે, ઇઝરાયેલે જમીન પર હુમલો કરવા માટે વધુ સૈનિકોને લેબેનોન જવાનો આદેશ આપ્યો છે. ડઝનબંધ ગામોને ખાલી કરાવવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ડેનમાર્કના કોપનહેગનમાં ઇઝરાયેલી દૂતાવાસની બહાર બે વિસ્ફોટ થયા છે.

આ વિસ્ફોટોનો અવાજ સાંભળ્યા બાદ ડેનિશ પોલીસે તપાસ શરૂ કરી છે.ઈરાન રિવોલ્યુશનરી ગાડ્‌ર્સ કોર્પ્સ (આઈઆરજીસી)એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેઓએ મંગળવારે મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર છોડેલી ૯૦ ટકા મિસાઈલો લક્ષ્ય સુધી પહોંચી હતી. ઈઝરાયેલ સરકાર ઈરાન સરકારની ગુપ્ત માહિતીથી ડરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.