મહુવા નજીક ખેતરમાં ખુલ્લા વીજ વાયરને અડકતાં ત્રણ બાળકોનાં મોત
મહુઆ, બાળકોને લઈ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલેથી ઘરે જતા સમયે ત્રણ બાળકો વાડીમાં બાજુમાં રાખેલા ખુલ્લા વીજ વાયરને અડકતાં ત્રણેયને કરંટ લાગ્યો હતો. જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહુવા તાલુકાના કાટકડા ગામે ૩ બાળકો સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે વાડીના ખેતરમાં વીજ કરંટ લાગતા ત્રણેય બાળકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. બાળકોને શોર્ટ લાગ્યાની આજુબાજુના વાડીના લોકોને જાણ થતાં તાત્કાલિક દોડીને ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ ત્રણેય બાળકો મોતને ભેટી ચૂક્યા હતાં. સવારે સ્કૂલમાં ગયા બાદ ઘરે પરત જવા માટે બાળકો ખેતરમાં પહોંચ્યા ત્યારે વાડીની બાજુમાં રાખેલા વીજળીના ખુલ્લાં વાયરને અડી જતા એક પછી એક ત્રણેય બાળકોને કરંટ લાગ્યો હતો. તેમને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. SS2.PG