માઇક્રોનેશન મોલોસિયામાં ત્રણ શ્વાન અને ત્રણ માણસો રહે છે
નવી દિલ્હી, હાલમાં સમગ્ર વિશ્વમાં ૨૨૫ દેશો છે. કેટલાક દેશો ખૂબ મોટા છે અને કેટલાક ખૂબ નાના છે. અમુક દેશોમાં અબજો લોકો વસે છે જ્યારે અમુક દેશોમાં માત્ર થોડા હજાર કે લાખો લોકો રહે છે. જો કે, અમે જે દેશમાં વાત કરી રહ્યા છીએ, ત્યાં હાલમાં માત્ર ત્રણ શ્વાન અને ત્રણ માણસો રહે છે. અમે જે દેશની વાત કરી રહ્યા છીએ તે હકીકતમાં દેશ નથી પરંતુ તમે તેને માઇક્રોનેશન કહી શકો છો. કારણ કે તેની પોતાની નૌકાદળ, નૌકાદળ એકેડમી, પોસ્ટલ સેવા, બેંકો, અવકાશ કાર્યક્રમ, રેલમાર્ગ અને ઓનલાઈન રેડિયો સ્ટેશન છે. આ દેશ અમેરિકાના નેવાડામાં સ્થિત છે.
આ માઇક્રોનેશન ૧૧ એકરમાં આવેલું છે. વિશ્વ તેને ગ્રાન્ડ રિપબ્લિક ઓફ ગોલ્ડસ્ટેઈન અથવા રિપબ્લિક ઓફ મોલોસિયા કહે છે. તેની સ્થાપના ૧૯૭૭માં થઈ હતી. જો આ દેશની વસ્તીની વાત કરીએ તો તે માત્ર ૩૮ છે. જો કે હાલમાં અહીં માત્ર ત્રણ શ્વાન અને ત્રણ માણસો જ રહે છે. મોલોસિયા ગણરાજ્ય ભલે પોતાનામાં એક દેશ કહેવાય છે, પરંતુ તેને હજુ સુધી સંયુક્ત રાષ્ટ્ર તરફથી માન્યતા નથી મળી.
આ દેશના રાષ્ટ્રપતિનું નામ છે કેવિન વાઘ. જ્યારે તમે આ દેશમાં પહોંચશો, ત્યારે તમને રાષ્ટ્રપતિ કેવિન વાઘના નામની નીચે લખેલું સંપૂર્ણ શીર્ષક જોવા મળશે -હિઝ એક્સિલેન્સી ગ્રાન્ડ એડમિરલ કર્નલ કેવિન વાઘ, મોલોસિયાના રાષ્ટ્રપતિ અને રઈસ, રાષ્ટ્રના રક્ષક અને લોકોના સંરક્ષક. વળી આ દેશમાં ફરવા આવતા લોકોને એક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. હકીકતમાં, આ દેશમાં કેટફિશ અને ડુંગળી બિલકુલ બેન છે. એટલેકે, તમે અહીં બે વસ્તુઓને લઈને નથી જઈ શકતાં. જો તમે એવું કર્યુ તો તમને જેલ પણ થઈ શકે છે.SS1MS