કોપનહેગનમાં શોપિંગ મૉલમાં અંધાધૂંધ ફાયરિંગ, ત્રણનાં મોત
કોપનહેગન, ડેનમાર્કની રાજધાની કોપનહેગનનો એક શોપિંગ મૉલ રવિવારના રોજ ફાયરિંગથી ધ્રૂજી ઉઠ્યો હતો. એક બંધુકધારી વ્યક્તિએ ભીડથી ભરેલા મોલમાં અંધાધૂંધ ફાયરિંગ શરુ કરી દીધી હતી. રિપોર્ટ અનુસાર, ૩ લોકોના મૃત્યુ થયા હોવાની પૃષ્ટિ થઈ છે અને આટલા જ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હોવાની જાણકારી મળી રહી છે.Three killed in indiscriminate firing at a shopping mall in Copenhagen
કોપનહેગનના પોલીસ ઈન્સ્પેક્ટર સોરેન થોમસન જણાવે છે કે ફાયરિંગ પછી ૨૨ વર્ષીય ડેનિશ યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ કોઈ આતંકી ઘટના નથી, પરંતુ અમે તેને લોન વુલ્ફ અટેક માનીને ચાલી રહ્યા છીએ. ડેનમાર્કને દુનિયાના સૌથી સુરક્ષિત અને ઓછા ક્રાઈમ રેટ વાળા દેશોમાં ગણવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે યૂરોપિયન દેશ ડેનમાર્કમાં તાબડતોડ ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડેનિશ પોલીસ જણાવે છે કે, રવિવારના રોજ ફાયરિંગની સૂચના મળી હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કોપનહેગન પોલીસે પણ ટિ્વટ કરીને જાણકારી આપી છે કે, શહેરના કેન્દ્ર અને એરપોર્ટ વચ્ચે અમેગર જિલ્લામાં એક મોટા ફીલ્ડ મૉલની આસપાસ પોલીસની ટુકડી તૈનાત કરવામાં આવી છે. પોલીસે પણ જણાવ્યું કે તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે, જ્યાં અનેક લોકોને ગોળી વાગી છે. એક વ્યક્તિની આ બાબતે અટકાયત પણ કરવામાં આવી છે.
ઘટનાને નજરે જાેનાર લોકોનું કહેવું છે કે, પ્રથમ ફાયરિંગ પછી મૉલમાં હડકંપ મચી ગયો હતો. લગભગ ૧૦૦થી વધારે લોકો ચીસો પાડતા પાડતા મોલની બહાર ભાગીને નીકળ્યા હતા. જેને જ્યાં જગ્યા મળી ત્યાં તે છુપાઈ ગયુ હતું. લોકો આસપાસની દુકાનમાં પણ છુપાઈ ગયા હતા.
મોલમાંથી બહાર નીકળ્યા પછી લોકો રડી રહ્યા હતા. પોલીસે આગ્રહ કર્યો કે તેઓ પહોંચે ત્યાં સુધી ઈમારતમાં સુરક્ષિત સ્થાન પર રાહ જાેવામાં આવે. જે લોકો બહાર નીકળી ગયા તેમને ઈમારતથી દૂર જવાની સૂચના આપવામાં આવી. નોંધનીય છે કે બ્રિટિશ પોપ સ્ટાર હૈરી સ્ટાઈલ મૉલ પાસે જ સાંજના ૮ વાગ્યે રોયલ અરીનામાં પર્ફોર્મ કરવાનો હતો. આ વેન્યુ ઘટનાસ્થળથી નજીક જ છે.
તેમના પર્ફોમન્સ પહેલા જ આ ઘટના બની હતી. કોન્સર્ટની તમામ ટિકિટો પણ વેચાઈ ગઈ હતી. ઘટના પછીની તસવીરો સામે આવી રહી છે જેમાં જાેઈ શકાય છે કે લોકો કેટલા ડરી ગયા હતા. આ સિવાય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેનો સત્તાવાર આંકડો જાણવા નથી મળ્યો. ડેનિશ મીડિયાએ એક હોસ્પિટલના માધ્યમથી જાણકારી આપી કે, ૩ લોકોની સારવાર ચાલી રહી છે. ડેનિશ ન્યુઝપેપર બર્લિંગસ્કે સાથેની વાતચીતમાં ત્યાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે, ફાયરિંગ પછી હડકંપ મચી ગયો હતો. ૩-૪ ફાયરિંગના અવાજ સંભળાયા હતા.SS1MS