માલિયાસણ નજીક ટ્રક- બે કાર ટકરાતાં ત્રણનાં મોત
અમદાવાદ, રાજ્યમાં હાઈવે પર અકસ્માતનો સિલસિલો ચાલુ છે. માલિયાસણ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે અને તેમાં પણ ખાસ કરીને હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં માલિયાસણ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા તોડીને મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચવા રવાના થઈ છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.
હજુ ગઈકાલે જ પાટણ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા ડૂબી જવાથી કારમાં સવાર ૭ લોકોમાંથી એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. SS2SS