મણિપુરમાં હિંસામાં ત્રણનાં મોત ટોળાએ હથિયારો લૂંટી લીધા
મણિપુર, મણિપુરમાં હિંસાનો દોર જારી રહ્યો છે. ઉખરુલ ગામમાં બે જૂથોની વચ્ચે જૂથ અથડામણ દરમિયાન ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને હથિયારો લૂંટી લીધા હતા. બીજી બાજુ બે જૂથો વચ્ચે થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ૨૦ ઘાયલ થયા હતા.
મૃતકોમાં એક મણિપુર રાઈફલ્સનો જવાન છે, તેમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું છે. નાગા સમુદાયના બે જૂથોની વચ્ચે અથડામણ પછી ગામમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા અને મોબાઇલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું કે, ઉખરુલ ગામમાં હિંસા પ્રસર્યા પછી, મોટાભાગના યુવાનોના ટોળાએ વિનો બજાર સ્થિત પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને સરકારી હથિયારો લૂંટી લીધા હતા.જોકે, લૂંટેલા હથિયારોની સંખ્યા અને હથિયારોના પ્રકારની તાત્કાલિક કોઈ ખરાઈ શકી નથી, કારણ કે તપાસ હજુ ચાલું છે.
જોકે, બિનસત્તાવાર સૂત્રોના દાવા મુજબ લૂંટેલા હથિયારોમાં એકે-૪૭ અને ઈન્સાસ રાઇફલો સામેલ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ પહેલીવાર છે, જ્યારે નાગા બહુમતી ધરાવતા વિસ્તારમાં કોઈ પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું કે, ઉખરુલ પોલીસ સ્ટેશન આસામ રાઇફલ્સ કેમ્પથી થોડેક જ દૂર આવેલું છે.SS1MS