બૂલેટ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માતઃ ત્રણનાં મોત
(એજન્સી)મોડાસા, અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. Three members of the family died after the bullet and the car collided
સ્થાનિક પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર આવેલા રસુલપુર નજીક આ અકસ્માતની ઘટના બની હતી.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં માસી અને ભાણિયા સહિત એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાળકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર સિલ્વર કલરની હતી. મોડાસા-હિંમતનગર હાઈવે પર થયેલા અકસ્માતમાં એક જ પરિવારના મોત થયા છે જ્યારે એક બાળકની હાલત ગંભીર છે ત્યારે આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. આ ઘટનામાં અકસ્માત થયો હતો તે કાર કોઈ પ્રસંગમાથી આવી રહી હોય તેવુ મનવામાં આવી રહ્યું છે.