અમદાવાદમાં વધુ ત્રણ કોરોના વાયરસના કેસ નોંધાયા
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતાં મહાનગરપાલિકાએ ટેસ્ટિંગ વધારવાનો ર્નિણય કર્યો છે. હવે દરરોજ ૧૦૦ના બદલે ૫૦૦ જેટલા ટેસ્ટિંગ કરાશે.અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતાં મહાનગરપાલિકાએ ટેસ્ટિંગ વધારવાનો ર્નિણય કર્યો છે. હવે દરરોજ ૧૦૦ના બદલે ૫૦૦ જેટલા ટેસ્ટિંગ કરાશે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૬૦ પર પહોંચી ગયો છે.
જેને લઈ ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ અને આરોગ્ય કેન્દ્ર પર એન્ટીજન ટેસ્ટ કરવાનો ર્નિણય કરાયો છે.અમદાવાદમાં વધુ ત્રણ કેસ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આજે એક દિવસમાં ત્રણ કોરોના કેસ નોંધાયા છે.
હાલમાં કુલ ૬૦ એક્ટિવ કેસ છે જેમાં ૪૭ કેસ પશ્ચિમ વિસ્તારમાંથી નોંધાયેલા છે. પોઝિટિવના નોંધાયા છે. ૨ પુરુષ અને ૧ સ્ત્રી કોવિડ સંક્રમિત મળ્યા છે.
બોડકદેવ વેજલપુર અને ઓઢવ વિસ્તારના સ્થાનિક લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ત્રણ પૈકી બે દર્દીઓ મહારાષ્ટ્ર અને મુંબઈથી આવ્યા પરત હતા. હાલ અમદાવાદ શહેરમાં ૬૦ કેસ એક્ટિવ છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. SS3SS