Western Times News

Gujarati News

કથિત પત્રકારોની ટોળકી સામે નાણાં પડાવવા અંગેની વધુ ત્રણ ફરિયાદ નોંધાઈ

AI Image

જામનગર, જામનગરના લાલપુર અને ફલ્લામાં પ્રેસના નામે તોડ કરતી ટોળકી સામે અલગ અલગ બે ગુના નોધવામાં આવ્યા હતા જે પ્રકારના વધુ ત્રણ ગુન્હા ધ્રોળ અને જોડીયા પોલીસે મથકમાં નોધાયા છે.

ધ્રોલમાં લેયારા ગામમાં એઅક જેસીબી ચાલક પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારીની ઓળખ આપી રૂ.૧૦,૦૦૦ પડાવી લીધાનું જાહેર થયું છે. તેમજ જોડીયા તાલુકાના કુન્નડ અને હડીયાણા ગામમાં બે વ્યકિત પાસેથી રૂ.૧પ,૦૦૦નો તોડ કર્યાનું પણ સામે આવ્યું છે.

ધ્રોળ તાલુકાના લેયારા ગામમા રહેતા અને જેસીબી મશીન ચલાવતા ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાએ ધ્રોળ મુખ્ય સુત્રધાર એવા પ્રવીણ કરસનભાઈ પરમાર ઉપરાંત વીરૂબેન સવજીભાઈ પરમાર, ગીતાબેન પ્રવીણભાઈ ચાવડા, રાજેશ્રીબેન દીપકભાઈ ચૌહાણ અને જગદીશ હસમુખભાઈ સાંથેલા સામે પોતાની પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારીના નામે ખોટી ઓળખ આપી બળજબરીપુર્વક ૧૦,૦૦૦ રૂપિયા પડાવી લીધાની ફરીયાદ નોધાવી છે.

આ ઉપરાંત જોડીયામાં દલનોવાસ વિસ્તારમાં રહરેતા મોતીભાઈ દેવાભાઈ ધાંગ્રીયાએ હડીયાણા ગામમાં તળાવમાં જેસીબી મારફતે માટી કાઢી રહયા હતા. ત્યારે ઈસમો એક કારમાંધસી આવ્યા હતા. અને પોતાના મોબાઈલમાં વીડીયો ઉતારી લીધા બાદ તેને વાયરલ કરી દેવાની ધમકી આપી પોતાની પાસેથી રૂપિયા દસ હજાર પડાવ્યા હતા.

ત્યારબાદ જોડીયા તાલુકાના કુંન્નડ ગામમાં માટી કાઢવાનું ધકામ કરી રહેલા મંછાભાઈ જીવાભાઈ ધ્રાંગીયા નામના યુવાન પણ પોતાની પાસેથી પત્રકારના નામે માટીના ખોદકામના વીડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા પ,૦૦૦ પડાવી લેવા અંગે પ્રવીણ પરમાર ઉપરાંત સવજી પરમાર સામે ફરીયાદ નોધાવી છ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.