અમદાવાદમાં એક રાતમાં જ ત્રણ હત્યાથી પોલીસ અધિકારીઓ દોડતાં થયા
રિવરફ્રન્ટ પર ગોળી મારેલી હાલતમાં યુવકની લાશ મળી આવીઃ શાહપુરમાં ધંધાની અદાવતમાં યુવકને છરીના ઘા ઝીંકી દીધાઃ વટવામાં મહિલાની હત્યા
અમદાવાદ, શહેરમાં ગુનેગારો બેફામ થઈ ગયા છે કારણ કે હત્યા, હત્યાની કોશિશ, મારામારી જેવા અનેક ગુના વધી ગયા છે. અમદાવાદ જાણે રક્તરંજિત થયું છે કારણ કે સાબરમતી રિવરફ્રન્ટ પર યુવકની ગોળી મારેલી હાલતમાં લાશ મળી આવી છે,જ્યારે શાહપુરમાં ધંધાની અદાવતમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. એક જ દિવસમાં હત્યાના ત્રણ બનાવ બનતા પોલીસ પણ દોડતી થઈ છે ત્યારે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસે કંટ્રોલરૂમમાં જાગૃત નાગરિકનો ફોન રણક્યો અને કહ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ દધીચિબ્રિજની યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ પડી છે. વહેલી પરોઢે કંટ્રોલરૂમમાં ફોન આવતાંની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થલે પહોંચી ગઈ હતી જ્યાં વોકવે પર એક યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરી તો યુવકની છાતીમાં કોઈએ ગોલી મારી દીધી હતી.
મોડી રાતે રિવરફ્રન્ટ વોકવે પર યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને બાદમાં હત્યારો નાસી છુટ્યો હતો. મરનાર યુવકનું નામ સ્મિત રાજેશ ગોહિલ છે અને તે ચાંદલોડિયાનો રહેવાસી છે સ્મિત ગોહિલ કડિયા કામ કરે છે અને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. સ્મિતની લાશ મળી ત્યાંથી થોડે દૂર પોલીસને એક બાઈક મળ્યું હતું. જેની ડેકી ખોલીનેજાેતાં આઈટી રિટર્નના ડોક્યુમેન્ટ મળ્યા હતા. આઈટી રિટર્નના ડોક્યુમેન્ટ સ્મિતના હતા. જેથી પોલીસ તેની ઓળખ કરી શકી હતી. પોલીસે સ્મિતના પરિવારજનોને જાણ કરી દીધી હ તી અને હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
સ્મિતની હત્યા કેસમાં હજુ તો પોલીસે ગુનો દાખલ કર્યાે પણ ન હતો ત્યારે વહેલી સવારે ખાનપુર વિસ્તારમાં એક યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો સામે આવતાં પોલીસ દોડતી થઈ હતી. શાહપુર પોલીસના જણાવ્યા અનુસાર ખાનપુર વિસ્તારમાં વાહનોને સીટ કવર નાંખવા માટેની અનેક દુકાનો આવેલી છે.જેમાં બિલાલ નામના યુવકની પણ એક દુકાન આવેલી છે. બિલ્લાને તેની સામેની દુકાન ધરાવતા વેપારીઓ સાથે છેલ્લા ઘણા સમયથી ધંધાકીય અદાવત હતી.
જેને લઈને આજે સવારે મામલો બીચક્યો હતો. વેપારીઓએ બિલાલ દુકાન ખોલે ત્યારે તેના પર છરી વડે હુમલો કરી દીધા ેહતો. છરી વડે હુમલો થતાં બિલાલ જમીન પર ઢળી પડ્યો હતો. જ્યાં સ્થાનિકોએ સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલમાં લઈ જતાંની સાથે જ તબીબોએ બિલાલને મૃત જાહેર કર્યા ેહતો.
બિલાલનું મોત થતાં ખાનપુરમાં સન્નાટો વ્યાપી ગયો હ તો, જ્યારે પોલીસની ટીમ તેમજ ઉચ્ચ અધિકારી પણ ત્યાં દોડી આવ્યા હતા. બિલાલની હત્યા ધંધાકીય અદાવતના કારણે કરવામાં આવી હોવાનું પોલીસને પ્રથામિક તપાસમાં લાગી રહ્યું છે.
દરમ્યાન વટવા વિસ્તારમાં સંયુક્ત કુટુંબમાં રહેતી મહિલાને તેના જ બે દિયરો અને દેરાણીએ ભેગા મળીને ગળું દબાવી હત્યા કરી નાંખી છે. મહિલાના પતિ દ્વારા વટવા પોલીસ મથકમાં પોતાના જ બે ભાઈઓ અને ભાભી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયામાં આ બનાવ બન્યો છે. મૃતક મહિલા સાથેની વાતચીતમાં બાળકો જાગી ગયા હોવાનું કહી ઝઘડો થયો હતો. સંયુક્ત પરિવારમાં એક જ ઘરની છત નીચે રહેતા પરિવારમાં બાળકો જાગી જવા બાબતે ઝઘડો થતાં દિયર તેમજ દેરાણીએ ભાભીને પતાવી દીધા છે.