Western Times News

Gujarati News

વિદેશ રમવા ગયેલા પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ પરત ન ફર્યા

નવી દિલ્હી, ત્રણ પાકિસ્તાની હોકી ખેલાડીઓ અને એક ફિઝિયોથેરાપિસ્ટ પર પાકિસ્તાન હોકી ફેડરેશનની જાણ વિના યુરોપના દેશમાં ભાગી જવાનો પ્રયાસ કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વાસ્તવમાં, તેનું કારણ પાકિસ્તાની હોકીની આર્થિક સ્થિતિ પણ છે, જેના કારણે ખેલાડીઓને ભથ્થાં મળવામાં વિલંબ થયો હતો. પીએચએફના જનરલ સેક્રેટરી રાણા મુજાહિદે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે મુર્તઝા યાકુબ, ઇહતેશામ અસલમ અને અબ્દુર રહેમાન ફિઝિયોથેરાપિસ્ટ વકાસ સાથે ગયા મહિને નેશન્સ કપ માટે નેધરલેન્ડ અને પોલેન્ડ ગયા હતા.

ભૂતપૂર્વ ઓલિમ્પિયને સ્વીકાર્યું કે પીએચએફની નાણાકીય સ્થિતિ ઘણી પડકારજનક હતી. ખેલાડીઓને તેમના મુસાફરી ભથ્થાં અને દૈનિક નિર્વાહની ચૂકવણીમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ રાષ્ટ્રીય ટીમ છોડવાનું અને દેશની બદનામીનું કારણ હોઈ શકે નહીં.મુજાહિદે કહ્યું, ‘જ્યારે ટીમ ઘરે પરત ફરી અને અમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રશિક્ષણ શિબિરની જાહેરાત કરી, ત્યારે ત્રણેયએ અમને કહ્યું કે તેઓ ઘરેલુ સમસ્યાઓના કારણે કેમ્પમાં ભાગ લઈ શકશે નહીં.

મુજાહિદે કહ્યું, ‘અમને ખબર પડી કે તે ટીમને જારી કરાયેલા શેંગેન વિઝા પર ફરી એકવાર હોલેન્ડ (નેધરલેન્ડ) ગયો હતો અને ત્યાં તેણે રાજકીય આશ્રય માંગ્યો હતો.’મુજાહિદે કહ્યું કે પાકિસ્તાન હોકી માટે આ એક ‘નિરાશાજનક’ મામલો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે યુરોપિયન દેશોના વિઝા માટે અરજી કરવી મુશ્કેલ બનશે.

તેણે કહ્યું કે પીએચએફએ આજીવન પ્રતિબંધને મંજૂરી આપી દીધી છે. પીએચએફ પ્રમુખને પાકિસ્તાન કોન્સ્યુલેટ દ્વારા તેમને શિસ્તભંગની કાર્યવાહી માટે પરત લાવવાના પ્રયાસો કરવા કહેવામાં આવ્યું છે. મુજાહિદે કહ્યું- અમે પહેલાથી જ ગૃહ અને વિદેશ મંત્રાલયને આગળની કાર્યવાહી માટે જાણ કરી દીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.