Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં તૃણમુલના નેતા સહિત ત્રણની ગોળી મારી હત્યા

અજાણ્યા લોકોએ બાઈક ઉપર જઈ રહેલા ટીએમસીનેતા સ્વપન માઝી અને તેમના ૨ સહયોગી પર ગોળીબાર કર્યો

કોલકત્તા,  પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત ૩ લોકોની હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાની છે. અહીં અજાણ્યા લોકોએ બાઈક ઉપર જઈ રહેલા ટીએમસીનેતા સ્વપન માઝી અને તેમના ૨ સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો.

આ અંધાધૂંધ ફાયરિંગમાં ૩ લોકાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના કેનિંગમાં ટીએમસીનેતા સ્વપન માઝી પોતાના ૨ સાથીઓ સાથે બાઈક પર ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે કેટલાક લોકોએ બાઈક રોકીને ત્રણેય પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સાથે જ પોલીસને ઘટનાસ્થળેથી ખાલી ગોળીઓ અને બોમ્બ મળી આવ્યા છે. સ્વપ્ન માંઝી કેનિંગથી ટીએમસીપંચાયત સભ્ય હતા. તેમની ગોપાલનગર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

તેમના બે સહયોગીઓની પણ ભાગતા સમયે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના સવારે ૯ઃ૦૦ વાગ્યાની આસપાસ બની હતી. બજારમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ભીડવાળા વિસ્તારમાં હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.