બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે સગા ભાઇ સહિત ત્રણનાં મોત
વડોદરા, વડોદરા હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અહીં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કોટમબી કામરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનામાં ૩ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. હાલોલ તરફ જતી બસે બાઈક સવારને અડફેટે લીધો હતો. અકસ્માતને પગલે જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, આ એસટી બસ ગાંધીનગરથી પાવાગઢ જઇ રહી હતી.
આ બસે કોટમબી કામરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનારા ત્રણ લોકોમાં બે સગા ભાઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા ૧૦૮ની ટીમને અકસ્માતની જાણ કરવામાં આવી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવાનો એક જ ગામના હતા અને તેમાંથી બે યુવકો સગા ભાઇ હતી. જ્યારે ત્રણેય ખાસ મિત્રો હોવાનું પણ સામે આવી રહ્યું છે. અકસ્માતને પગલે સમગ્ર ગામમાં ભારે શોખનો માહોલ છવાઇ ગયો છે.
હાલ પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.SS1MS