Western Times News

Gujarati News

ટ્રક અને કાર વચ્ચે થયો ગોઝારો અકસ્માત, ત્રણ લોકોના મોત

જામનગર, જામનગર-કાલાવડ હાઇવે રવિવારે રાત્રે રક્તરંજિત થયો છે. મોટી માટલી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત નિપજયા છે. આ સાથે અન્ય બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. જેઓને સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરી જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જામનગરમાં ગોઝારા અકસ્માતના આ સમાચાર મોડી રાત્રે મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજમાં શોક જાેવા મળ્યો છે.

જામનગર કાલાવડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે ય્ત્ન૧૦ડ્ઢદ્ગ૭૨૬૪ નંબરની કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને ૨ ગંભીર લોકોને ગ્રામજનોએ તાત્કાલિક કાઢી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અંગેની ૧૦૮ને જાણ થતાં જ તાબડતોબ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલ સારવારમાં ખસેડાયા છે.

જામનગર-કાલાવડ હાઇવે પર રવિવારની રાત્રે મોટી માટલી ગામ નજીક અકસ્માતની ગોઝારી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં જામનગર જિલ્લા મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશાબાપુ સિદ્દીકમિયાબાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.

આ ઉપરાંત બે લોકોને ઈજાઓ પણ પહોચી હતી. આ ગોઝારા અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. રવિવારે રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં મસિતિયાના પૂજારી ગણાતા સૈયદ પરિવારના ૩ લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણી હાજી કસમભાઇ ખફી, હનીફભાઇ પતાણી અને ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ) સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.