Western Times News

Gujarati News

વધુ એક નશાનો કારોબાર કરતા ઝડપાયા ત્રણ શખ્સ

પલસાણા, વાત કરીએ નશાના સોદાગરોની પલસાણાના જાેળવા વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હોમ રેડ કરી અફીણ રસના જથ્થા સાથે ત્રણ ઇસમને ઝડપી પાડ્યા હતા. જયારે એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનના ગીરફતમાં ઉભેલા સુરેશ બિસ્નોઈ, મહેન્દ્ર બિસ્નોઈ અને રવિ બિસ્નોઈ એસ. ઓ. જી પોલીસના હાથે અફીણ રસના જથ્થા સાથે ઝડપાઈ ગયા છે. આ ત્રણ ઈસમો રાજસ્થાનના છે. જેમાં મહેન્દ્ર બિસ્નોઈ અને રવિ બિસ્નોઈ રાજસ્થાનના લાડુ રામ બિસ્નોઈ પાસેથી અફીણ રસનો જથ્થો લાવ્યા હતા અને પલસાણાના ઔદ્યોગિક વિસ્તારમાં તેનું છૂટક વેચાણ કરવાના હતા.

પરંતુ આ નશીલો પ્રદાર્થ વેચે તે પહેલા એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. હાલતો એસ.ઓ.જી પોલીસે ત્રણ રાજસ્થાની બિસ્નોઈ ઈસમોની ધરપકડ કરી છે અને માલ આપનાર વોન્ટેડ લાડુ રામ ગંગારામ બિસ્નોઈને પકડવાના ચક્કરો ગતિમાન કર્યા છે.

પોલીસ અફીણ રસનો જથ્થો, મોબાઈલ અને ક્રેટા કાર મળી ૭.૫૫ લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આમતો સુરત ગ્રામ્યમાંથી મોટા પાયે ગાંજાે ઝડપાતો રહેતો હોય છે. પંરતુ હવે અફીણના રસનો કારોબાર પણ નશાખોરો કરી રહ્યા છે. ત્યારે પોલીસ પણ ઝડપાયેલા આરોપી આ અગાઉ તેઓએ અફીણ રસની હેરાફેરી કરી છે કે તે અંગે વધુ તપાસ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.