ઈંગ્લીશ દારૂની ૨૪૧૨ બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાઈ ગયા
જામનગર, જામનગર તાલુકાના લાવડીયા ગામે એક ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. તેવી બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેથી પોલીસ ટુકડી લાવડીયા ગામે જઈ દરોડો પાડતા ઓરડીમાંથી સાડા નવ લાખની કિંમતનો ૨૪૧૨નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની અટકાયત કરી છે. આ દારૂના પ્રકરણમાં જામનગરના અન્ય ત્રણ બુટલેગરોના નામ ખુલતા તમામને ફરા૨ી જાહે૨ કરાયા છે.
આ બનાવની વિગત એવી છે. કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. કે જામનગર તાલુકાના લાવડીયા ગામની સીમમાં રહેતા સુરેશ ૨મણીકલાલ ગંઢાના રહેણાક મકાનની ઓરડીમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો સંતાડેલો છે, જે બાતમીના આધારે ગઈ મોડી રાત્રે લાવડીયા ગામે ત્રાટકી દરોડો પાડયો હતો.
અને ઓર્ડિની તલસી લેતા તેમાં સંતાડવામાં આવેલ રૂપિયા ૯,૬૯,૩૦૦ ની કિંમતનો ૨૪૧૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.દારૂનો જથ્થો કબજે કરી લઈ મકાન માલિક સુરેશ રમણીકલાલ ગંઢા, ઉપરાંત વિપુલ ભગવાનજી ગંઢા, અને મહેશ જેઠાલાલ મંગે નામના ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે જે ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂના જથ્થામાં સપ્લાયર તરીકે જામનગરના પા ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કતીયાર, સતીશ ઉર્ફે રાધે જેઠાલાલ મંગે અને વિમલ ઉર્ફે ડોડારો તુલસીભાઈ પમનાણીના નામો ખુલ્યા હતા. જે ત્રણેયને ફરારી જાહેર કરી પોલીસ દ્વારા તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.