કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો બ્રિજ પાણીમાં સમાઈ ગયો
ભાગલપુર, અગુવાની-સુલ્તાનગંજ નિર્માણાધીન પુલના ત્રણ પિલર ફરીથી પડી ગયા છે. જેનાથી લગભગ ૧૦૦ મીટર સુધીનો પુલનો ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો. સુલ્તાનગંજ અગુવાની પુલ ઘટનામાં એક ગાર્ડ ગુમ હોવાની સૂચના મળી રહી છે. કોઈ મોતના સમાચારમાં હાલમાં મળ્યા નથી. આ અગાઉ ૨૯ એપ્રિલ ૨૦૨૨ની રાતે નિર્માણાધીન પુલના ૩૬ સ્પેન ધ્વસ્ત થયાં હતા. રવિવારનો દિવસ હોવાના કારણે કામ બંધ હતું. હાલમાં તે અઘટિત ઘટનાના સમાચાર મળ્યા નથી.
આ બાજૂ બિહાર રાજ્ય પુલ નિર્માણ નિગમ ખગડિયાના કાર્યપાલક અભિયંતા યોગેન્દ્ર કુમારે જણાવ્યું છે કે, અમુક સ્પેન પડી ગયા છે. તે ઘટનાસ્થળ તરફ જવા નીકળ્યા છે. હાલમાં આનાથી વધારે કંઈ વિગતો આવી નથી.
પરબત્તા ધારાસભ્ય ડોક્ટર સંજીવ કુમારે કહ્યું કે, આ પુલની ક્વાલિટીને લઈને વિધાનસભામાં પણ તેમને સવાલો ઉઠાવ્યા હતા. અગુવાની-સુલ્તાનગંજ મહાસેતુ મુખ્યમંત્રી નીતિશ કુમારજીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. પણ અહીં નિર્માણ કંપની એસપી સિંગલા તરફથી ક્વાલિટીનું કામ થતું નથી. આ ધારાસભ્યએ આ મામલાની ઉચ્ચસ્તરીય તપાસની માગ કરતા દોષિતો પર ફરિયાદ કરવાની માગ કરી છે.SS1MS