Western Times News

Gujarati News

અમદાવાદના આકાશ એજ્યુકેશનલ (AESL)ના ત્રણ વિદ્યાર્થીઓ JEE મેઇન-૨૦૨૪માં ૯૯ થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા

રોહન રામપ્રકાશ શુક્લા AIR 472 હાંસલ કરીને ટોપ સ્કોરર બન્યા 

અમદાવાદ,  ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઇન-૨૦૨૪ના બીજા સત્રમાં પોતાના અમદાવાદ સ્થિત વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓને ગર્વથી જાહેર કરે છે. Three Students of Aakash Educational Services Limited’s(AESL) from Ahmedabad Secure 99 Percentile and above in JEE Main 2024

AESLના વિદ્યાર્થી રોહન રામપ્રકાશ શુક્લાએ ગણિતના મહત્વપૂર્ણ વિષયમાં ૧૦૦ પર્સન્ટાઈલની સાથે ૯૯.૯૭ પર્સન્ટાઈલ મેળવીને એકેડમી એક્સેલન્સના ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે, તેણે AIR 472 હાંસિલ કર્યા છે.

અન્ય વિદ્યાર્થીઓમાં જેમણે ૯૯ થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે તેમાં મંથનકુમાર બાગડે અને અંશ કેવલરામણીનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓનું આ અદભુત પરફોર્મન્સ માત્ર તેમની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત નથી કરતું પરંતુ ભારતની સૌથી પડકારરૂપ ગણાતી પરીક્ષાઓમાં પરીક્ષણ કરાયેલા વિષયોની તેમની ઊંડી સમજને પણ બહાર લાવે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે રાત્રે તેમની અસાધારણ સિદ્ધિના અનાવરણે ઉત્કૃષ્ટતાનો એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.

આકાશના પ્રસિદ્ધ ક્લાસરૂમ પ્રોગ્રામમાં નામાંકિત આ અસાધારણ વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તર પર સૌથી મુશ્કેલ ગણાતી પ્રવેશ પરીક્ષાઓમાંની એક એવી માન્યતા પ્રાપ્ત આઇઆઇટી(IIT), જેઇઇ (JEE) ને જીતવા માટે એક કઠિન જર્નીનો શરૂ કરી છે. તેઓની ઉન્નિત મુખ્ય અવધારણાઓમાં મહારત હાસિલ કરવી અને એક શિસ્તબદ્ધ અભ્યાસ પદ્ધતિનું પાલન કરવામાં પોતાના અવિરત સમર્પણનું પ્રમાણ છે.

વિદ્યાર્થીઓએ AESLનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, “અમારી સફળતા પાછળ આકાશનું કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું કન્ટેન્ટ અને કોચિંગ રહ્યું છે, જે અમારી જર્નીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેઓના અતૂટ માર્ગદર્શન વગર સમયમર્યાદામાં ઘણા વિષયોમાં મહારત હાસિલ કરવી એ અમારી માટે એક મોટો પડકાર હતો.

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ શ્રી અમિત સિંહ રાઠોડે વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા કહ્યું કે, આ AESLS પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓને કોમ્પ્રેહેન્સિવ કોચિંગ અને ઇનોવેટિવ લર્નિંગ સોલ્યુશન પ્રદાન કરવા માટેના સંકલ્પનો પુરાવો છે, જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ બનવા માટે સશક્ત બનાવે છે. આ ઉપરાંત અમે  તેમના ભાવિ પ્રયાસોમાં સતત સફળતાની ઇચ્છા કરીએ છીએ.”

વિદ્યાર્થીઓને પોતાના સ્કોર્સ વધારવા માટે તેમજ  મલ્ટિપલ તકો પૂરી પાડવા માટે JEE (મુખ્ય) બે સેશનમાં તૈયાર કરવામાં આવ્યું છે. JEE એડવાન્સ્ડ માત્ર પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IITs)માં પ્રવેશની સુવિધા આપે છે, જ્યારે JEE મેઇન સમગ્ર ભારતમાં ઘણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NITs) અને અન્ય કેન્દ્રિય સહાયિત એન્જિનિયરિંગ કૉલેજોના ગેટ વે તરીકે સેવા આપે છે. JEE એડવાન્સ્ડમાં સામેલ થવા માટે JEE મેઇનમાં ભાગ લેવી એ પૂર્વશરત છે.

આકાશ હાઇ સ્કૂલ અને હાયર સેકેન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા વિવિધ કોર્સ ફોર્મેટના માધ્યમથી વ્યાપક IIT-JEE કોચિંગ પ્રદાન કરે છે. હાલમાં જ આકાશે કોમ્પ્યુટર આધારિત તાલીમ વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પોતાનું નવીન iTutor પ્લેટફોર્મ રેકોર્ડ કરેલા વિડિયો લેક્ચર્સ પ્રોવાઇડ કરે છે,

જે વિદ્યાર્થીઓને સ્વયં ગતિશીલ શિક્ષણમાં જોડાવવા અને ચૂકી ગયેલા સેશન મેળવવા માટે સક્ષમ બનાવે છે. આ ઉપરાંત મોક ટેસ્ટ વાસ્તવિક પરીક્ષાની પરિસ્થિતિઓનું અનુકરણ કરે છે, જે વિદ્યાર્થીઓને અસરકારક રીતે પરીક્ષા ઉપયોગી જરૂરી પરિચય અને આત્મવિશ્વાસથી સજ્જ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.