Western Times News

Gujarati News

ધાડ, લૂંટ, બાઈક ચોરી કરતી બીજુડા ગેંગનો સુત્રધાર સહિત ત્રણ પકડાયા

સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ધાડ, લૂંટ, બાઈક ચોરી કરતી બીજુડા ગેંગનો સુત્રધાર સહિત ત્રણ પકડાયા, રૂા. ૭.૬પ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો-મોહનપુર કોર્ટ  નજીકથી પકડાયેલા ત્રણેય ઈડર પંથકમાં ચોરી કરવા જતા હતા

(મગનજીત વણઝારા દ્વારા) હિંમતનગર,  સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહનચોરી,ધાડ,લૂંટ,ઘરફોડ ચોરી કરતી ગેંંગ ત્રણેય જિલ્લાની પોલીસ માટે પડકારરૂપ બની હતી ત્યારે સાબરકાંઠા એલસીબીએ ભારે જહેમત બાદ આ ગુનાઓમાં સામેલ બીજુડા ગેંગના સુત્રધાર સહિત અન્ય ત્રણ સાગરીતોને અંદાજે રૂા.૭.૬પ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને ત્રણેયની વધુ પુછપરછ કરતા તેમની ગેંગમાં હજુ ચાર નાસતા ફરતા શખ્સોને પકડવા માટે એલસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આ ત્રણેય ઈડર પંથકમાં ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા.

આ અંગે જિલ્લા પોલીસવડા વિજય પટેલ તથા એલસીબીના પી.આઈ એ.જી.રાઠોડ, પીએસઆઈ ડી.સી.પરમાર અને સ્ટાફના જણાવાયા મુજબ સાબરકાંંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની ચોરીઓને અંજામ આપતી ગેંગના સભ્યો વિરૂધ્ધ તત્કાલીન સમયે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વિવિધ ફરીયાદો નોંધાઈ હતી.

દરમ્યાન તાજેતરમાં એલસીબીની ટીમ ઈડર પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ભિલોડા ત્રણ રસ્તા નજીક સ્ટાફ વાહન ચેકિંગ કરતો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે વિવિધ ચોરીઓમાં સંડોવાયેલો ભગવાન બેચર ડુહા(રહે. બીજુડા, તા.વીંછીવાડા) તેના  અન્ય બે સાગરીતો સાથે ભિલોડાથી ઈડર આવી રહ્યો છે જે આધારે એલસીબીના સ્ટાફે મોહનપુર રેલ્વે ફાટક પાસે બાતમીને આધારે બે બાઈકને કોર્ડન કરી પકડી લીધા હતા.

ત્યારબાદ તેમની પાસેથી લોખંડનો સળીયો, બે નાના ચપ્પા અને એક ત્રિકમ મળી આવ્યો હતો. વધુ પુછપરછ કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે ત્રણેયની અટકાયત કરી પુછપરછમાં તેમણે જણાવ્યુ હતુ કે અમે ઈડર પંથકમાં ચોરી કરવાના ઈરાદે નિકળ્યા હતા.

ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરીને તેમની પાસેથી બાઈક તથા અન્ય ચીજવસ્તુઓ મળી અંદાજે રૂ.૭,૬પ,૬ર૩નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને તેમની ગેંગમાં સંડોવાયેલા મનાતા અન્ય ચારને ઝડપી લેવા માટે સાબરકાંઠા એલસીબીએ તપાસના વધુ ચક્રો ગતિમાન કરી દીધા છે.

બીજુડા ગેંગે કયાં ચોરી કરી હતી
– સવા બે મહિના પહેલા વિજયનગરના રાજપુરમાં ઘરફોડ ચોરી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
– ઈડરના સાપાવાડા નજીક છ દિવસ પહેલા બાઈક ચાલકને લૂંટ લીધો
– હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભગવાન તથા પપ્પુ ઉર્ફે ભુપેન્દ્ર, પ્રદિપ અને ગણેશે સાબરડેરી-તલોદ રોડ પરથી બાઈક ચોરી કરી હતી.
– દોઢ વર્ષ અગાઉ ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક પેટ્રોલપંપમાં લૂંટ કરી હતી.
– દોઢ વર્ષ અગાઉ કલોલની એક સોસાયટીના મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.

પકડાયેલા પાસેથી શું કબ્જે લેવાયું
રૂ.૧પ હજારના ૩ મોબાઈલ, ૪પ હજારના ર બાઈક, ચપ્પુ, ત્રિકમ, લોખંડનો સળીયો મળી રૂ.૩૦૦નો મુદ્દામાલ, સોનાના અંદાજે ૬.ર૯ લાખના દાગીના સહિત અન્ય ચીજવસ્તુઓ.

એલસીબીએ કોને ઝડપી લીધા
– ભગવાન બેચર ડુહા
– પપ્પુ ઉર્ફે ભુપેન્દ્ર કાઉઆ કાવાડુહા
– વિનોદ ધુલેશ્વર ઉર્ફે ધનેશ્વરલખમા મનાત, બીજુડા ગેંગના સૂત્રધાર તથા સાગરીતોએ ભિલોડા, શામળાજી, માણસા, વિજાપુર, ઈડર સહિતના અન્ય સ્થળે ચોરીને અંજામ આપ્યો હતો.

કોન પકડાયું નથી
– ગણેશ બચુ ડુહા
– જીતેન્દ્ર ઉર્ફે લાલો ઉર્ફે ફાળીયોમોગજી ડામોર
– હરીશ રામલાલ મનાત
– હાજારામ ઉર્ફે ડોન અર્જુનલાલ મીણા (તમામ રહે.રાજસ્થાન)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.