શી ટીમની વાનમાં દારૂની મેહફીલ માણતા ત્રણ ઝડપાયા
વડોદરા, શહેરમાં પોલીસ કર્મચારીઓએ જ દારૂબંધીના લીરેલીરા ઉડાવ્યા છે. શહેરના મુજમહુડા વિસ્તારમાં શી ટીમની પોલીસ વેનમાં શરાબની મેહફીલ ચાલી રહી હતી. એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ વાનમાં દારૂની મહેફીલની જાણ કરાઇ હતી. આ કેસમાં જમાદાર સહિત ત્રણ લોકો રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
આ મહેફીલ માણતા કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા, માલવ કહાર અને સાકિર મણિયારની અટકાયત કરવામાં આવી છે. પોલીસને એક જાગૃત નાગરિક દ્વારા દારૂની મહેફિલ અંગે જાણ કરાઇ હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મુજમહુડા હનુમાનજી મંદિર પાસે એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી છે.
વાનના નંબરને આધારે તપાસ કરતા આ વાન જેપી રોડ સી ટીમ માટે ફાળવવામાં આવી હોવાની વિગતો જાણવા મળી હતી. પોલીસે આ અંગેની જાણ થતાની સાથે સી ટીમ માટે ફાળવેલી વાનને તાત્કાલિક પોલીસ સ્ટેશનને બોલાવાઈ હતી.
જેથી અંદર બેઠેલા જમાદાર હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા તેમજ તેની સાથે માનવ પુરુષોત્તમ કહાર (ફતેપુરા,ભોઇવાડા) અને સાકીર કાદરભાઈ મણિયાર (આરીફ નગર, તાંદલજા) ની તપાસ કરતા ત્રણેય જણા પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યુ હતુ. જેથી તેઓની સામે ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરામાં ગત ડિસેમ્બરમાં પણ દારૂની મહેફિલ ઝડપાઇ હતી.
વડોદરાના પાદરામાંથી મોડી રાતે દારૂની મહેફિલ પકડી પાડવામાં આવી છે. પાદરા તાલુકાના સાધી ગામે પોલીસે શરાબની મેહફીલ માણતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મહેફિલમાં ૧૩ દારૂડિયાઓને પોલીસે નશાની હાલતમાં દબોચ્યા હતા. આ મહેફિલમાં ૧૩ દારૂડિયાઓને પોલીસે નશાની હાલતમાં દબોચ્યા હતા.SS1MS