અંકલેશ્વરના ઉછાલી ગામે ગેસના બોટલમાંથી રીફીલિંગ કરતાં ત્રણ ઝડપાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ભાડે રાખીને ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક ગેસની બોટલો માંથી ગેસ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.જેમાં પોલીસે કુલ રૂ.૭,૧૭,૨૮૭ નો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડી અને એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલે સૂચનાના આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એમ.એમ.રાઠોડની ટીમને માહિતી મળી હતી કે ઉછાલી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસની એક ઓરડીમાં ગેસના બોટલો ભરેલા છે અને ટેમ્પાના ડ્રાઈવર તથા હેલ્પર કંઈક શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા છે.
જેથી પોલીસે રેઈડ પાડીને જાેતા ત્યાં ઘરેલું ગેસના બોટલમાંથી ગેસ કાઢીને ડોમેસ્ટિક બોટલમાં ગેસ ભરીને ચોરી કરતા હતા.પોલીસે સ્થળ પરથી હેતરામ ઉર્ફે હિતેષ ભગવાન રામ ભાદુ,સુનિલ હડમાનારામ બિશ્નોઈ અને હસમુખ મનજીભાઈ પટેલ ઉછાલીને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.જ્યારે એક આરોપી રતીલાલ બગડુરામ ગોદારાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસે સ્થળ પરથી ઈન્ડેન ગેસ કંપનીના ઘરેલુ વપરાશના ગેસના મોટી સીલબંધ બોટલ નંગ ૭૧ તથા નાની બોટલ નંગ ૪ કુલ કોમર્શીયલ વપરાશના ગેસના ભરેલા તથા ખાલી બોટલ નંગ ૩ બોટલ ૭૨ મળીને કુલ રૂ.૨,૦૫,૮૮૩, બુલેરો પીકઅપ ટેમ્પો કિં.રૂ.૫ લાખ, મોબાઈલ નંગ ૩ રૂ.૧૦ હજાર, વજન કાંટો નંગ ૨ કિંમત રૂ.૧૦૦૦ મળીને કુલ રૂ.૭,૧૭,૨૮૭ નો મુદ્દામાલ કબ્જે કયો છે.