Western Times News

Gujarati News

USA: ગાડી લેન કૂદીને ઝાડ સાથે અથડાઈઃ આણંદની 3 મહિલાઓના કાર અકસ્માતમાં મોત

કાર ઓવર સ્પીડના કારણે ઓવરપાસ સાથે અથડાઈ હતી અને ચાર લેન કૂદીને ઝાડ સાથે અથડાઈ

એટલાન્ટા (USA),   અમેરિકામાં ફરી એક વખત ગુજરાતીઓના મોત થયા છે. એક કાર અકસ્માતમાં થયો છે. આ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલા ના મોત સમાચાર છે. જ્યારે એક મહિલા ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે આ અક્સમાત થયો ત્યારે પોલીસ ઘટના સ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Three women from Anand (Gujarat- India) were killed in a horrific car accident in the US. Rekhaben Patel, Sangitaben Patel, and Manishaben Patel, all residents of Gujarat’s Anand district, died as their SUV careened off the road, hurtling over a bridge in Greenville County, South Carolina.

અમેરિકામાં કાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાના મોત થયા છે. તેમાં ત્રણ જણા ઘટના સ્થળ પર રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન ભાવેસભાઈ પટેલ, મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલના મોત થયા છે. અને એક મહિલા ગંભીર રીતે ધાયલ છે. તેમની સારવાર ખાતે હોસ્પિટલમાં દાખલ છે. આ અકસ્માતમાં બધા ગુજરાતીઓ આણંદ જીલ્લાના રહેવાસી છે. આ લોકો કાર ઓવર સ્પીડના કારણે આ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં બે મહિલા આણંદના વાસણાની હતી. જ્યારે એક મહિલા કવીઠા ગામની મહિલા હતી. આ ત્રણ મહિલા ઘટના સ્થળ પર મોત થયા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ધાયલ છે. કાર ઓવર સ્પીડના કારણે ઓવરપાસ સાથે અથડાઈ હતી અને ચાર લેન કૂદીને ઝાડ સાથે અથડાઈ હતી. અથડાવાની સાથે જ કારમાં બેસલી ચારમાંથી ત્રણ મહિલા ઘટના સ્થળ પર મોત થયુ હતુ.

ચાર મહિલા અમેરિકામાં એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ બાજુ જઈ રહી હતી. ત્યારે ઓવરસ્પીડના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઈ હતી.આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને મહિલાઓના ગુજરાતી ગામમાં શોકની લાગણી ફેરાઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.