અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં પાલખ તૂટતા ત્રણ શ્રમિકના મોત
અમદાવાદ, અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના ઘટી છે. ઇમારતની કામગીરી દરમિયાન પાલખ તૂટતા ત્રણ શ્રમિકના મોત થયા છે.ઝવેરી ગ્રીન્સ નામની કન્સટ્રકશન સાઈટમાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ગઇકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. ઇમારતના ૧૩માં માળેથી પટકાતા શ્રમિકના મોત થયા છે.
અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલા શાંતિપુરા સર્કલ પાસે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના બની છે. જેમાં ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે.
આ શ્રમિકો ગઇકાલે મોડી રાત્રે કામગીરી કરી રહ્યા હતા. ૧૩મા માળે લાકડાની પાલક પર શ્રમિકો ઉભા હતા. જે દરમિયાન અચાનક લાકડાનું સ્ટેન્ડ તૂટતા પાલખ સાથે ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. જે પછી તમામ ત્રણેય શ્રમિકોના મોત થયા છે. અમદાવાદમાં બનેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિક ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યુ છે.
આ દુર્ઘટનામાં રાજેશ કુમાર, સંદીપ કુમાર, અમિત કુમાર નામના શ્રમિકોના મોત થયા છે. આ શ્રમિકો ઉત્તર પ્રદેશના બારાબંકી અને અમેઠીના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. આ ત્રણેય શ્રમિકો છેલ્લા બે વર્ષથી આ ઇમારત બનાવવાની કામગીરી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી છે.
સમગ્ર ઘટનાને લઇને ફાયરબ્રિગેડને જાણ કરાઇ નથી. જાે કે ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળને કોર્ટન કરીને ઇમારત બનાવવાની કામગીરી હાલ પુરતી અટકાવી છે અને સમગ્ર ઘટનાને લઇને તપાસ શરુ કરી છે.પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.SS1MS