Western Times News

Gujarati News

મને કૂતરાની જેમ બહાર ફેંકી દીધી: હેમા શર્મા

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સલમાન ખાન વિરુદ્ધ હાલમાં જ એક મહિલાએ ચોંકાવનારા દાવા કર્યા છે. આ મહિલાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે દાવો કરી રહી છે કે તેને કૂતરાની જેમ ફેંકી દેવામાં આવી હતી’ કારણ કે તે સલમાન ખાનને મળવા માંગતી હતી.

આ મહિલાએ પોતાના અપમાનની આખી દાસ્તાન રડતાં-રડતાં સંભળાવી હતી. ચોંકાવનારી વાત એ પણ છે કે આ મહિલા સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ ૩’માં જાેવા મળી ચુકી છે અને તેની સાથે જ તે સોશિયલ મીડિયા પર ‘વાયરલ ભાભી’ના નામે ફેમસ છે. આ મહિલા કોઇ બીજુ નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએંસર હેમ શર્મા છે.

હેમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેની આંખમાંથી આંસુ વહેતા જાેઇ શકાય છે, તે રડતાં-રડતાં કહી રહી છે કે, તમે સુપરસ્ટાર છો ત્યારે જ તમારી સાથે બધા ફિલ્મ કરવા માગે છે. તમે કહો છો કે મહિલાનું સન્માન કરો. તમે જેવો વ્યવહાર કરો છો તેનાથી જ સમજાય છે કે તમે મહિલાઓનુ કેટલું સન્માન કરો છો.

મે સમ ખાધા હતાં કે હું ક્યારેય આ મનમાં નહીં લાવું કે મારે સલમાન ખાનજીને મળવું છે. મારે નથી મળવં. ૨૦૧૯માં મારુ અપમાન કરવામાં આવ્યું હતું. શૂટિંગની પળોને યાદ કરતાં હેમાએ આગળ કહ્યું, ‘મારો પહેલો સીન સલમાન સર સાથે હતો. તેથી, હું આ તક માટે ખૂબ જ ખુશ હતી. જાે કે, હેમા જે સીનમાં દેખાઈ હતી તે સલમાન વગર શૂટ કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી.

એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, ‘હું શૂટિંગ પૂરું થયા પછી એક વાર સલમાન સરને મળવા માંગતી હતી.’ હેમાએ એ પણ જણાવ્યું કે સલમાન ખાનને મળવાની તક મળે તે માટે તેણે ઘણા લોકો સાથે વાત કરી હતી. હેમા શર્મા અહીં જ ન અટક્યા અને મોટો દાવો કરતા કહ્યું કે, ‘સલમાન સરને મળવા અને તેમની સાથે તસવીર ક્લિક કરવા માટે મેં ૫૦ લોકો સાથે વાત કરી હતી.

આ પછી હું પંડિત જનાર્દનને મળી અને સલમાન સરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે મને ખાતરી આપી કે તે મળાવશે અને અમે સલમાન સરને મળવા ગયા. હેમાએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તે ‘દબંગ ૩’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે સલમાન ખાનને મળવા માંગતી હતી. પરંતુ સેટ પર સલમાન ખાનની સિક્યોરિટીએ તેની સાથે મારપીટ કરી અને તેનું અપમાન કર્યુ.

એક્ટ્રેસે કહ્યું કે, મને કૂતરાની જેમ બહાર ફેંકી દેવામાં આવી. જાેકે હેમાએ ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા. પોતાની વાત ચાલુ રાખતા એક્ટ્રેસે આગળ કહ્યું, ‘હું તમને કહી શકતી નથી કે ત્યાં મારી સાથે કેટલું ખરાબ વર્તન થયું અને મારું કેટલું અપમાન થયું. મને કૂતરાની જેમ બહાર ફેંકી દેવામાં આવી કારણ કે હું તેની સાથે એક તસવીર ક્લિક કરવા માંગતી હતી.

મને લગભગ ૧૦૦ લોકોની સામે અપમાનિત કરવામાં આવી, જેમાં ઘણા લોકો મને પર્સનલી ઓળખતા હતા. આ ઘટના પછી હું ૧૦ દિવસ સુધી ઊંઘી શકી નહીં. સલમાન સર ઘટનાસ્થળે હાજર ન હતા, પરંતુ તેઓ આસપાસ હતા, જાે તેઓ ઇચ્છતા તો તેઓ હસ્તક્ષેપ કરી શક્યા હોત, પરંતુ તેમણે તેમ કર્યું નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.