Western Times News

Gujarati News

રસોડાનો કચરો રસ્તા પર નાંખ્યો તો લાગી શકે છે આટલો દંડ

પ્રતિકાત્મક

નિકોલમાં રોડ પર કિચન વેસ્ટ ફેંકનારા એકમને દંડ ફટકારાયો

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ તંત્ર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ રોજેરોજ ધંધાકીય એકમોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જાહેર રોડ પર ગંદકી કરવા હસિતના મામલે કસૂરવાર ધંધાર્થીઓ સામે આકરા પગલાં લેવાઈ રહ્યા છે. Throwing kitchen waste on the road can lead to such a fine

દરમિયાન પૂર્વ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર કિચન વેસ્ટ ફેંકવાના મામલે રૂા.પ૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ, વેચાણ સંગ્રહ અને ઉત્પાદન કરતા ધંધાકીય એકમો તેમજ ડસ્ટબિન ન રાખવા સહિતના મામલે જે તે ઝોનમાં ધંધાકીય એકમોની તપાસ કરીને કસૂરવારો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે.

ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા કેન્યુસન્સ કરતા એકમોને પણ કાયદાના સાણસામાં લેવાઈ રહ્યા છે. આવા મામલામાં જે તે એકમને સીલ પણ મારવામાં આવે છે. ગઈ કાલે પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમે અતિથિ પાંઉભાજી સેન્ટર સામેના ચાર રસ્તા પર કિચન વેસ્ટ પડેલો જાેયો હતો, જેમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી.

આ મામલે અતિથિ પાંઉભાજી સેન્ટર પર તેની પૂછપરછ કરતાં તે કિચન વેસ્ટની ગાડીમાં નાખતા પડી ગયો હોવાનું જણાવાયું હતું. જેના કારણે તંત્ર દ્વારા આ એકમને નોટિસ પાઠવીને કિચન વેસ્ટનો નિકાલ નિયમ અનુસાર ન કરવા બદલ અને જાહેર રોડ પર નાખવાના મામલે રૂા.પ૦૦૦નો દંડ કર્યો હતો.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા છેલ્લા અઠવાડિયા દરમિયાન જાહેરમાં ગંદકી કરી ન્યુસન્સ કરતા ૧૬૭ એકમોને નોટિસ આપીને કુલ રૂા.૧,ર૧,૦૦૦નો આકરો દંડ વસૂલાયો હતો. તેમજ સિંગલ યૂઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપનો ઉપયોગ કરતા ૧૪૬ એકમોને નોટિસ આપીને કુલ રૂા.૧,૭૩,૯૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.

આમ કુલ ૩૧૩ એકમોને નોટિસ ફટકારીને કુલ રૂા.ર,૯૪,૯૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા છેલ્લા અઠવાડિયા દરમિયાન ૩૮૭ કિલોથી પણ વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.