પતિના અવસાન બાદ મળેલા ઈન્શ્યોરન્સના 28 લાખ લઈ ઠગ દંપતિ ફરાર
વીમાના પૈસાનું રોકાણ કરવા જતાં મહિલા સાથે ૨૮ લાખની ઠગાઈ
(એજન્સી)અમદાવાદ, શહેરમાં પતિના અવસાન બાદ પત્નીને મળેલા વિમાના પૈસાનું રોકાણ કરવા જતાં બંટી બબલીએ ૨૮ લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. Thug couple absconding with 28 lakhs of insurance received after husband’s death
આરોપી બંટી બબલીએ કોટક બેંકમાં નોકરી હોવાનું કહીને પરિવાર સાથે વિશ્વાસ કેળવીને એકના ડબલની લાલચ આપી રોકાણ કરાવી લીધું હતું તેમજ ઉછીના પૈસા લઈને ફરાર થઈ ગયા હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતી પરીણિતાના પતિ ૨૦૧૭માં અસાધ્ય રોગના કારણે મૃત્યુ પામ્યા હતાં.
તેમની વિમા પોલીસીમાં પત્ની નોમીની તરીકે હોવાથી તેને ૫૯ લાખ રૂપિયાની વિમાની રકમ મળી હતી. પતિના અવસાન બાદ તે પિતાના ઘરે રહેવા ગઈ હતી. તેના પિતાના ઘરે અવારનવાર વિજય રાઠોડ અને હિના પરમાર આવતા જતાં રહેતા હતાં. જેથી તેમની સાથે સંબંધ કેળવાયો હતો.
આ બંને જણાને ફરિયાદી મહિલાએ કહ્યું કે મારા પતિની વિમા પોલીસીના પૈસા આવ્યા છે તો તેનું સારી જગ્યાએ રોકાણ કરવાનું છે. આ બંને બંટી બબલીએ કોટક બેંકમાં નોકરી છે એમ કરીને વિશ્વાસ કેળવીને રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું.