જેલમાં ઠાઠમાઠ સાથે રહે છે ઠગ સુકેશ ચંદ્રશેખર

મુંબઈ, જેલમાં બંધ અને ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસનો આરોપી સુકેશ ચંદ્રશેખર માત્ર કહેવા પૂરતો જ જેલની અંદર બંધ હતો. પરંતુ ત્યાં સારું જીવન જીવતો હતો.
તે બ્રાન્ડેડ કપડાં પહેરતો હતો અને ૨૪ઠ૭ વીડિયો કોલ પર રહેતો હતો. આ વાતનો દાવો બીજા કોઈએ નહીં પરંતુ બોલિવુડ એક્ટ્રેસ જેક્લીન ફનાર્ન્ડિઝે કર્યો છે, જે કથિત રીતે તેના સાથે રિલેશનશિપમાં હતા. આ સાથે તેણે તે સુકેશની જાળમાં ફસાતી ગઈ હોવાનું પણ કહ્યું હતું. જેક્લીને દિલ્હીમાં PMLA અધિકારીઓ સમક્ષ કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે, તે સુકેશની ચાલાકીમાં ફસાઈ ગઈ હતી.
ઈડીએ આરોપ લગાવ્યો છે તે પ્રમાણે તે મની લોન્ડ્રિંગ કેસમાં સુકેશની સાથીદાર નથી. જેક્લીને કહ્યું હતું કે, શરૂઆતમાં સુકેશે પોતાનો એક મોટો વ્યક્તિ ગણાવ્યો હતો. બંને વચ્ચે વાતચીત વધારે વીડિયો કોલ દ્વારા થઈ હતી. આ દરમિયાન તે મોંઘા કપડાં પહેરતો હતો.
જેક્લીને દાવો કર્યો હતો કે, સુકેશ હંમેશા અલગ-અલગ કપડામાં જાેવા મળતો હતો અને બ્રાન્ડેડ કપડા પહેરતો હતો. તે જેલના એક ખૂણામાંથી વાત કરતો હતો. તેની પાછળ પડદો લટકાવેલો રહેતો હતો. તે દાવો કરતો હતો કે, છેલ્લા કેટલાક મહિનાથી તે નોઈડાની પોતાની ફેક્ટરીમાં કામ કરી રહ્યો છે. વાતચીત દરમિયાન તેનું સિગ્નલ ઘણીવાર ખરાબ થઈ જતું હતું. તે એક ખૂણો હતો જ્યાં સારું સિગ્નલ આવતું હતું.
જેક્લીને દાવો કર્યો હતો કે, કોલ સવારે શરૂ થતો હતો અને સાંજ સુધી ચાલતો હતો. સુકેશ સાંજ સુધી લોકો સાથે વાત કરવા માટે ઉપલ્બ્ધ રહેતો હતો. તે 24X7 વીડિયો કોલ પર હાજર રહેતો હતો. જેક્લીને PMLA ને આપેલા જવાબમાં દાવો કર્યો હતો કે, કોઈ પણ સામાન્ય માણસને જેલમાં આ પ્રકારની સુવિધા મળતી નથી. જેલમાં કેદીઓ નાના રૂમ અને એક જ કપડાંમાં રહે છે.
કોંક્રીટની દિવાલ હોય છે અને તેને ફોનની સુવિધા પણ આપવામાં આવતી નથી. પરંતુ સુકેશ જ્યારે કોઈની સાથે વાત કરતો ત્યારે તેની પાસે આઈફોન અને આઈપોડ હંમેશા રહેતું હતું. જેક્લીનના દાવાને ચોંકાવનારા માનવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહીને પણ સુકેશે ઘણી ભેટ આપી હતી. ઈડીઆ આ કેસમાં માત્ર જેક્લીનને આરોપી બનાવી છે. એક્ટ્રેસે PMLA માં અપીલ કરીને તેની કેટલીક સ્થાવર મિલકતો જપ્ત કરવાની ઈડીની કાર્યવાહીને પડકારી છે.
ઉલ્લેખનીય છે કે, ઈડીએ જેક્લીનની ૭,૧૨,૨૪,૭૬૭ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ જપ્ત કરી હતી. જેક્લીને પોતાની ફરિયાદમાં તેમ પણ કહ્યું હતું કે, ઈડીએ તેની જે ડિપોઝિટ અટેચ કરી છે તે પૈસાને કોઈ ગુના સાથે લેવાદેવા નથી. તે તેની પોતાની કમાણી છે. તે પૈસા સુકેશ સાથે મુલાકાત થઈ તે પહેલા કમાયેલા છે.
જેક્લીનને સુકેશ તરફથી જે લક્ઝુરિયસ ગિફ્ટ મળી હતી તેમાં ડાયમંડ ઈયરરિંગ્સ, બ્રેસલેટ, બર્કિન બેગ, લુઈ વિતોન અને મિનિ કૂપર કાર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.SS1MS