Western Times News

Gujarati News

ભાવનગરમાં ભરઉનાળે ગાજવીજ સાથે માવઠુંઃ ખેડૂતોની ચિંતા વધી

ભાવનગર, ભાવનગર શહેર અને જિલ્લામાં પડી રહેલી આકરી ગરમી વચ્ચે શુક્રવારે વાતાવરણમાં પલટા સાથે ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. શહેરના ગંગાજળિયા તળાવ, ભીડભંજન મહાદેવ, જશોનાથ મહાદેવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ઉનાળામાં માવઠાના કારણે ખેતી પાક અને ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થયો છે.

ભારે ગરમી વચ્ચે ભાવનગર પંથકમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસભરની આકરી ગરમી બાદ સાંજના સમયે કાળા વાદળો સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે શહેરના માર્ગાે પર પાણી ફરી વળ્યા હતા.

ગરમીના માહોલમાં વરસાદથી લોકોમાં રાહતનો અનુભવ થયો હતો. પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરના કેટલાક વિસ્તારમાં લાઈટ પણ ગૂલ થઈ ગઈ હતી.૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયેલા તાપમાનના પારાની વચ્ચે શુક્રવારે સાંજે અચાનક મોસમે મિજાજ બદલ્યો હોય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે. ભાવનગર શહેરમાં સાંજ થતાની સાથે જ કાળા ડીબાંગ વાદળો ધસી આવ્યા હતા.

ગાજવીજ સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. રસ્તાઓ પાણી પાણી થઈ જતા ઉનાળાના બદલે ચોમાસુ હોઈ તેવો એહસાસ લોકોએ કર્યાે હતો.

જો કે સમગ્ર વાતાવરણને પગલે ઠંડક પ્રસરી ગઇ હતી. કમોસમી વરસાદને કારણે ઘોઘા તાલુકાના જસપરા માંડવા, સોસીયા અને તેની આસપાસના વિસ્તારમાં કેસર કેરી પર સીધી અસર થઈ છે. કેરીનું ઉત્પાદન ઓછું હોય ત્યારે કમોસમી વરસાદથી કેરીની આવકમાં ઘટાડો થવાની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.