ઓખા-બેટ દ્વારકામાં ફેરી બોટ માટે ટિકિટ ફરજિયાત
દેવભૂમિ દ્વારકા, વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે. જેમાં દ્વારકા આવતા યાત્રિકો બેટ દ્વારકાની પણ અચૂક મુલાકાત લેતા હોય છે. ત્યારે બેટ દ્વારકા જવા માટે હાલ એકમાત્ર વિકલ્પ ફેરી બોટ સર્વિસ છે.
ઓખાથી બોટ મારફતે યાત્રિકોને બેટ દ્વારકા જવું પડે છે. જે બોટમાં વર્ષોથી બોટ માલીકો દ્વારા રોકડ ભાડું વસૂલવામાં આવતું હતું. જે આજથી બંધ કરી દેવામાં આવ્યું છે અને હવેથી યાત્રિકોને ઓખા જેટી પરથી ટિકિટ આપવામાં આવી રહી છે. યાત્રિકો માટે ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ખાસ ટિકિટના દર લાગુ કરવામાં આવ્યા છે. જેમાં એક વખતના એક વ્યક્તિદીઠ ૨૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે બાળકો માટે ૧૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
નિયત દર મુજબ યાત્રિકો પાસેથી ભાડું વસૂલવામાં આવશે. જે ટિકિટ આપ્યા બાદ જ બોટમાં બેસવા દેશે. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસનું સંચાલન ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તગત છે. વર્ષોથી ફેરી બોટમાં યાત્રિકો પાસેથી રોકડ ભાડું વસૂલવામાં આવતું હતું,જે સિસ્ટમ બંધ કરવા ગુજરાત મેરી ટાઇમ બોર્ડે મહત્વનો ર્નિણય લીધો છે.
૬ જુનથી યાત્રિકોને ઓખા જેટી પરથી બોટમાં જવા માટે ટિકિટ લેવાની રહેશે. ટિકિટ લીધા બાદ યાત્રિકો બોટમાં મુસાફરી કરી શકશે. ઓખા અને બેટ દ્વારકા જેટી પર ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ટિકિટ બારીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાંથી યાત્રીઓને ટિકિટ આપવામાં આવી રહી છે. તંત્રના આદેશ બાદ હવે ટિકિટ વગર રોકડ ભાડું સ્વીકારવામાં આવશે નહીં.SS1MS