અમદાવાદ રેલવે મંડળના તમામ સ્ટેશન પર હવે ક્યૂઆર કોડથી ટિકિટ મળી શકશે
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા સરળ અને ડિજિટલાઈઝેશન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાનમાં અમદાવાદ મંડળના તમામ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર ક્યૂઆર કોડ મારફતે ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
જેનાથી મંડળ પર ૧૫ ઓગસ્ટથી ૧૬ સપ્ટેમ્બર સુધી ક્યૂઆર કોડ મારફતે રિઝર્વ્ડ ટિકિટ ભાડા ચૂકવણીમાં ત્રણ ગણો અને અનરિઝર્વ્ડ ટિકિટ ભાડા ચૂકવણીમાં દોઢ ગણો વધારો થયો છે.
આ નવી શરૂઆત હેઠળ પહેલાં હવે અમદાવાદ મંડળના અમદાવાદ, મણિનગર, અસારવા, સાબરમતી તથા સરદારગ્રામ સ્ટેશનોના તમામ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર ક્યૂઆર કોડ મારફતે રેલવે ટિકિટની ચૂકવણી સ્વીકાર કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે મંડળના તમામ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર આ સુવિધા શરૂ કરવામાં આવી.
જેનાથી યાત્રીઓને છૂટ્ટા પૈસા ન હોવા પર ટિકિટ ભાડાની ચૂકવણી કરવામાં થતી ઝંઝટથી છૂટકારો મળ્યો છે. રેલવે યાત્રીઓને હવે ટિકિટ ભાડા ચૂકવણી કરવા માટે યૂટીએસ મોબાઈલ એપ, એટીવીએમ, પીઓએસ અને યૂપીઆઈ જેવા ડિજિટલ ચૂકવણીના વિવિધ વિકલ્પ અગાઉથી જ ઉપલબ્ધ છે.
આ નવી ડિજિટલ ચૂકવણી સિસ્ટમ ઊઇ કોડ મારફતે ટિકિટ ભાડા ચૂકવણી કરવા માટે યાત્રીઓને હવે વધુ સરળતા રહેશે. કોઈપણ યાત્રી વગર કોઈ ઝંઝટથી અને સુગમરૂપે પોતાના ટિકિટ ભાડાની ચૂકવણી પોતે કરી શકે છે.SS1MS