ભારત સાથે સંબંધો જરૂરી, હું PM બનીશ તો સંબંધો ફરીથી સુધારીશઃ કેનેડાના વિપક્ષના નેતા
નવી દિલ્હી, કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડાનું કહેવું છે કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ જસ્ટિન ટ્રૂડો ભારત સાથે સંબંધો બનાવી શક્યા નથી.
બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. જાે તેઓ કેનેડાના વડાપ્રધાન બનશે તો તેઓ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધારશે. કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રમુખ અને કેનેડિયન સંસદમાં વિરોધ પક્ષના નેતા પિયરે પોઈલિવરે મંગળવારે એક રેડિયો શોમાં સામેલ થયા હતા. અહી તેમણે કહ્યું હતું કે અમારે ભારત સાથે ઔપચારિક સંબંધોની જરૂર છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે.
અમે એકબીજા સાથે અસંમત હોઈ શકીએ છીએ પરંતુ ઔપચારિક સંબંધ જરૂરી છે. તેમણે ૪૧ કેનેડિયન રાજદ્વારીઓને કેનેડા પાછા મોકલવાના મામલામાં ટ્રૂડો પર દોષનો ટોપલો ઢોળ્યો. તેઓએ કહ્યું કે કેનેડા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની દરેક મહાસત્તા સાથે વિવાદમાં છે.
કેનેડામાં હિંદુ મંદિરોની તોડફોડના પ્રશ્ન પર પોઈલિવરે કહ્યું હતું કે હું માનું છું કે જે લોકો હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડે છે, લોકોને નુકસાન પહોંચાડે છે અથવા જેઓ સંપત્તિને નુકસાન પહોંચાડે છે તેમને ફોજદારી કેસનો સામનો કરવો જાેઈએ. કેનેડાના વડા પ્રધાનના નિવેદન બાદ ભારત સાથેના સંબંધો બગડતાં ભારતે ૪૧ કેનેડિયન રાજદ્વારીઓને પાછા મોકલ્યા હતા.
ભારતના આ ર્નિણયથી નારાજ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જાેલીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતે ઔપચારિક રીતે જાહેરાત કરી છે કે ૨૦ ઓક્ટોબર સુધીમાં ૨૧ રાજદ્વારીઓ અને તેમના પરિવારોને છોડીને તમામ રાજદ્વારીઓની પ્રતિરક્ષા રદ કરવામાં આવશે. આનાથી અમારા રાજદ્વારીઓ જાેખમમાં મુકાઈ જશે. આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, “ભારતમાં કેનેડાના રાજદ્વારી હાજરીને નોંધપાત્ર રીતે ઘટાડવાની માંગના જવાબમાં કેનેડિયન રાજદ્વારીઓના ભારતમાંથી વિદાયથી અમે ચિંતિત છીએ.
અમેરિકાએ કહ્યું છે કે તેણે કેનેડાના આરોપોને ગંભીરતાથી લીધા છે. આ સિવાય બ્રિટનની સાથે ભારતને પણ આ હત્યાની તપાસમાં કેનેડાને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. કેનેડા સાથે તણાવ બાદ પશ્ચિમી સત્તાઓએ ભારતની નિંદા કરવાનું ટાળ્યું છે. રોયટર્સે વિશ્લેષકોને ટાંકીને કહ્યું કે અમેરિકા અને બ્રિટન ભારત સાથેના સંબંધોમાં કોઈ કડવાશ નથી ઈચ્છતા અને સંબંધોમાં કોઈપણ પ્રકારનું નુકસાન ઈચ્છતા નથી. બંને દેશો ભારતને તેમના મુખ્ય એશિયાઈ હરીફ ચીનની સામે રાખવા માંગે છે.SS1MS