ટાઈગર શ્રોફે ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથેનો સંબંધ તોડ્યો
મુંબઈ, ટાઈગર શ્રોફ અને દિશા પટણીએ આજ સુધી ક્યારેય પોતાનો સંબંધ જાહેરમાં ખુલીને નથી સ્વીકાર્યો. પરંતુ સોશિયલ મીડિયા પર એકબીજા માટેની તેમની પોસ્ટ અને માલદીવ્સના વેકેશનની તસવીરો તેમના રોમેન્સની ચાડી ખાતી રહી છે. ઉપરાંત દિશાનું ટાઈગરના પરિવાર સાથેનું મજબૂત બોન્ડ પણ કેટલીયવાર જાેવા મળ્યું છે. જાેકે, હવે ટાઈગર અને દિશાના ફેન્સને ઝટકો લાગે તેવા અહેવાલ આવ્યા છે.
ટાઈગર શ્રોફ અને દિશા પટણીએ છ વર્ષની રિલેશનશીપ બાદ બ્રેકઅપ કરી લીધું છે. દિશા અને ટાઈગરે આ વર્ષની શરૂઆતમાં જ બ્રેકઅપ કરી લીધું છે. હાલ બંને સિંગલ છે.
અહેવાલ પ્રમાણે, દિશા પટણી અને ટાઈગર શ્રોફ અલગ થઈ ગયા છે અને સિંગલ છે. જાેકે, બંનેના સંબંધોમાં શું વાંકું પડી ગયું તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, છેલ્લા એક વર્ષથી તેમના સંબંધોમાં ઉતાર-ચડાવ થતા રહ્યા છે અને બ્રેકઅપ-પેચઅપ ચાલ્યા કરે છે.
જાેકે, ટાઈગરના એક ફ્રેન્ડે બ્રેકઅપની પુષ્ટિ કરી છે. સાથે જ તેમને પણ થોડા અઠવાડિયા પહેલા જ આ અંગેની જાણકારી મળી હોવાનું કીધું છે. ટાઈગરે આ વિશે પોતાના ફ્રેન્ડ્સ સાથે પણ વાત નથી કરી અને હાલ તે પોતાના કામ પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યો છે. બ્રેકઅપની તેને ખાસ અસર પડી નથી.
જાેકે, બ્રેકઅપની અફવાઓ વચ્ચે ટાઈગર અને દિશા ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને આગામી ફિલ્મો માટે અભિનંદન પાઠવતા જાેવા મળ્યા હતા.
દિશા પટણી ફિલ્મ એક વિલન રિટર્ન્સના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યારે ટાઈગરે સોમવારે આગામી ફિલ્મ સ્ક્રૂ ઢીલાની જાહેરાત કરી હતી. બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી. મીડિયા રિપોર્ટનું માનીએ તો, બ્રેકઅપ પછી પણ ટાઈગર અને દિશા એકબીજાના સારા મિત્રો છે.SS1MS