Western Times News

Gujarati News

આ દેશે ફટકાર્યો TikTokને ૧૩૦ કરોડ રૂપિયાનો દંડ

બ્રિટનના આ ર્નિણય પર ટિકટોકે પણ સ્પષ્ટતા કરી છે, કંપનીનું કહેવું છે કે તે UKના ર્નિણય સાથે અસંમત છે

નવી દિલ્હી,  ચાઈનીઝ એપ ટિકટોક પર દુનિયાભરના દેશોમાં કડક કાર્યવાહી ચાલી રહી છે. હવે કંપનીને ઝટકો આપતા બ્રિટને તેના પર ૧૩૦ કરોડ રૂપિયા (૧૫.૯ મિલિયન પાઉન્ડ)નો દંડ ફટકાર્યો છે. બ્રિટનના વોચડોગે સોશિયલ મીડિયા એપ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. ટિકટોક પર ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના અંગત ડેટાનો ઉપયોગ કરવાનો અને ડેટા પ્રોટેક્શન એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. TikTok fined £12.7m after failing to use children’s personal data lawfully, says UK’s information watchdog

UK ઇન્ફોર્મેશન કમિશનર ઑફિસનો અંદાજ છે કે ટિકટોક એ ૨૦૨૦ માં ૧૩ વર્ષથી ઓછી ઉંમરના ૧.૪ મિલિયન ેંદ્ભ બાળકોને તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી, જ્યારે છષ્ઠી દાવો કરે છે કે આ માટે યુઝર્સની ઉંમર ઓછામાં ઓછી ૧૩ વર્ષની હોવી જાેઈએ. UKઅનુસાર, ડેટા સંરક્ષણ કાયદાનો ભંગ મે ૨૦૧૮ અને જુલાઈ ૨૦૨૦ વચ્ચે થયો હતો.

બ્રિટનનો દાવો છે કે ચીની એપ કંપનીએ એ તપાસ કરવાનો પ્રયાસ કર્યો નથી કે કઈ ઉંમરના બાળકો એપનો ઉપયોગ કરી રહ્યા છે. નિયમો અનુસાર, એપને ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પસંદ કરીને દૂર કરવાના હતા. બ્રિટનના ઇન્ફોર્મેશન કમિશનર જાેન એડવર્ડ્‌સે કહ્યું કે ટિકટોક કાયદાનું પાલન કરતું નથી. ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે બાળકોના ડેટાનો ઉપયોગ તેમને ટ્રેક કરવા અને પ્રોફાઇલ તૈયાર કરવા માટે કરી શકાય છે.

એવી શક્યતા પણ છે કે આ ડેટાનો ઉપયોગ હાનિકારક અથવા અયોગ્ય સામગ્રી સાથે થઈ શકે છે. બ્રિટનના આ ર્નિણય પર ટિકટોકે પણ સ્પષ્ટતા કરી છે. કંપનીનું કહેવું છે કે તે UKના ર્નિણય સાથે અસંમત છે. કંપનીનું કહેવું છે કે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્લેટફોર્મથી દૂર રાખવા માટે જંગી રોકાણ કરવામાં આવે છે.

આ તમામ મુદ્દાઓ પર ૪૦ હજાર કર્મચારીઓની મજબૂત ટીમ ચોવીસ કલાક કામ કરે છે. જેથી પ્લેટફોર્મને સુરક્ષિત બનાવી શકાય. ટિકટોકના પ્રવક્તાએ કહ્યું કે અમે ર્નિણયની સમીક્ષા કરવાનું ચાલુ રાખીશું અને આગળના પગલાં પર વિચાર કરીશું. ગૂગલે તેની પ્લે સ્ટોર પોલિસીમાં મોટા ફેરફાર વિશે જણાવ્યું છે.

કંપનીએ નવી ડેટા ડિટેક્શન પોલિસી રજૂ કરી છે, જે યુઝર્સને તેમના ઇન-એપ ડેટા પર વધુ સ્પષ્ટતા અને નિયંત્રણની મંજૂરી આપશે. એક રીતે નવી નીતિ ડેવલપર્સ માટે પણ સકારાત્મક રીતે કામ કરશે. જ્યારે ડેવલપર્સની એપની પ્રાઈવસી અને સિક્યોરિટી સરળતાથી સમજી શકાશે તો યુઝર્સને એપ પર વિશ્વાસ કરવો વધુ સરળ બનશે.

એપને વધુ સુરક્ષિત બનાવવા અને એપ તેમના ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી રહી છે તે સમજવામાં યુઝર્સને મદદ કરવા માટે ય્ર્‌ર્ખ્તઙ્મી નવી નીતિ સાથે કામ કરી રહ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.