Western Times News

Gujarati News

“લસ્ટ સ્ટોરીઝ ૨” ફેમ તિલોત્તમા શોમનું બચ્ચન પરિવાર સાથે છે કનેક્શન

મુંબઈ, એક્ટ્રેસ તિલોત્તમા શોમ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી વેબ સીરિઝ ‘લસ્ટ સ્ટોરીઝ ૨માં પોતાના પર્ફોર્મન્સ માટે વાહવાહી મેળવી રહી છે. તેણે કિસ્સા, ધ ડેથ ઈન ધ ગંજ, સર, દિલ્હી ક્રાઈમ અને ધ નાઈટ મેનેજર જેવી સીરિઝમાં પણ એકદમ હટકે રોલ કર્યા છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી છે. તિલોત્તમા પોતાની એક્ટિંગ કરિયરમાં સફળતાના શિખરો સર કરી રહી છે, ત્યારે તેની પર્સનલ લાઈફ વિશે લોકો ભાગ્યે જ જાણતા હશે.

ખૂબ ઓછા લોકો જાણે છે કે તિલોત્તમાના લગ્ન જાણીતા પીઢ અભિનેત્રી જયા બચ્ચનના ભત્રીજા કુણાલ રોસ સાથે થયા છે. કુણાલ રોસે પોતાના કરિયરની શરૂઆત એક એડ પ્રોફેશનથી કરી હતી. બાદમાં એક બિઝનેસમેન બની ગયો અને ‘ધ ઈન્ડિયન બીન’ નામની કંપની શરૂ કરી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, તિલોત્તમા શોમેની કુણાલ સાથે મુલાકાત એક્ટ્રેસના કઝિના ઘર પર થઈ હતી. કુણાલ વિશે જણાવતા તિલોત્તમાએ કહ્યું હતું કે ‘મેં તેની આંખોમાં પ્રામાણિકતા જાેઈ હતી.

તે ખૂબ ફની હતો. તિલોત્તમા શોમે આઠ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ૨૯ માર્ચ ૨૦૧૫માં કુણાલ રોસ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. બંનેના લગ્ન ગોવામાં થયા હતા, જેમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રોને આમંત્રિત કરાયા હતા. ફંક્શનમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની સાથે દીકરી આરાધ્યા પણ પહોંચી હતી.

તિલોત્તમા અને કુણાલના લગ્ન ધામધૂમથી થયા હતા, જે બંગાળી રીતિ-રિવાજથી થયા હતા. આઠમી વેડિંગ એનિવર્સરી પર, તિલોત્તમા શોમે પતિ સાથે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી. કેપ્શનમાં તેણે કુણાલ રોસે ગિફ્ટમાં ફૂલ આપ્યા હોવાનું કહ્યું હતું તો તેણે રિટર્નમાં વ્હીસ્કી આપી હતી. તિલોત્તમા શોમ આશરે બે દશકાથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દ્રઢતાના કારણે તે આટલો લાંબો સમય ટકી શકી.

‘છેલ્લા કેટલાક વર્ષોમાં મારી પાસે ઘણું કામ રહ્યું છે. રાહ જાેવાના સમયગાળાએ મને સ્થિતિસ્થાપકતા અને ધીરજ સાથે મારા શ્રેષ્ઠ મિત્ર બનવાનું શીખવ્યું છે. મારા પરિવારમાંથી કોઈ પણ આ પ્રોફેશનને સમજતું નથી. જાે કે, તેમણે મને ક્યારેય કોઈ સલાહ પણ આપી નથી. તેમ છતાં મેં વર્ષોથી કામ કરવાનું યથાવત્‌ રાખ્યું છે.

હું તેને ચમત્કાર માનતી નથી’, તેમ તેણે ઉમેર્યું હતું. આ સાથે કહ્યું હતું કે, તેને એવોર્ડ્‌સ મેળવવા ગમે છે. ‘મને ઘણા ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે પરંતુ ભારતમાં એક પણ નથી મળ્યો. શરૂઆતમાં મને એવોર્ડ ન મળવા પર ગુસ્સો આવતો હતો, પરંતુ હવે તેવું નથી. હવે આ બધી વાતની મારા પર અસર થતી નથી. હું સમજું છું કે, જીવન દરિયાના મોજા જેવું છે, જેમાં ઓટ તો ક્યારેક ભરતી આવતી રહે છે. હાલ મારું જે કરિયર છે તે હું અંતિમ શ્વાસ સુધી ઈચ્છું છું’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.