કેટલાક સ્ટેશનો પર અમદાવાદ-આગ્રા કેન્ટ અને કાનપુર સેન્ટ્રલ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયની પાલનતાને વધુ સારું બનાવવા માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
• ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર પહોંચવાનો સમય 26મી જુલાઈ 2023થી 16.35 કલાકને બદલે 16.50 કલાકનો રહેશે.
• ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન નો તાત્કાલિક અસર થી આગમન-પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે,15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15:48 કલાકે અને છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે.
•ટ્રેન નં. 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન નો 27 જુલાઈ 2023 થી આગમન પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ના બદલે 15:46/15:48 કલાકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે.
•ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન નો 25 જુલાઈ 2023 થી આગમન – પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15/48 કાલકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે.