ટીંટોઇ આંહોજ માતાજી મંદિરે દાતા છાયાબેન વ્યાસના હસ્તે લિફ્ટનું ઉદ્દઘાટન કરાયું
(પ્રતિનિધિ)મોડાસા, મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે અતિ પ્રાચીન આંહોજ માતાજીના મંદિરે અશક્ત,વૃદ્ધ ભક્તોને પણ ઉંચાઈ ઉપર આવેલ માતાજીના દર્શનની સુવિધા મળી શકે તે શુભાશયને ધ્યાને લઇ મુંબઈ સ્થિત ઉધોગપતિ પરીવારના છાયાબેન વિનોદભાઈ વ્યાસ તરફથી રૂ.૧૧ લાખનું માતબર દાન મળતા તૈયાર થયેલ આ લિફ્ટનું દુર્ગાષ્ટમીના દિને દાતા છાયાબેન વ્યાસના વરદ્દ હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ અવસરે દાતા છાયાબેન તથા ઉધોગપતિ વિનોદભાઈ વ્યાસ,ધ્રુવભાઈ વ્યાસ અને પરીવારનું શ્રી ટીંટોઇ માઇ મંડળના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આભાર માનવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સદગત ઉદ્યોગપતિ સોમાલાલ ખેમરામ વ્યાસ પરિવારનું માદરે વતન અને જિલ્લા તેમજ રાજ્યમાં આરોગ્ય, મેડિકલ સેવાઓ,જાહેર સાર્વજનિક હોસ્પિટલો, રક્તપિત્ત પીડિતો.માટે શિક્ષણની સંસ્થાઓમાં શિક્ષણના વ્યાપ ને ગુણવત્તા માટે અને છેવાડેના જરૂરતમંદ લોકોને મોટું યોગદાન રહ્યું છે.
આ પરિવારના મોભી વિનોદભાઈ વ્યાસ,હરેશભાઈ વ્યાસ અને ધ્રુવભાઈ વ્યાસ અને સમગ્ર પરિવારનો આ સેવા યજ્ઞની જ્યોત કોઈ નામના માટે નહીં પણ કેવળ ને કેવળ પરદુઃખ ભાગવાના ઉમદા ભાવથી આ સેવા જ્યોત જલી રહી છે .