Western Times News

Gujarati News

ટીંટોઈ ગામે સુજ્લામ સુફ્લામ જળ અભિયાન-૨૦૨૩નો શુભારંભ

મોડાસા,  સમગ્ર રાજય સાથે અરવલ્લી જિલ્લામાં ટીંટોઈ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો માન. કલેકટર શ્રીના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટીંટોઈના મેરાજીયા તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા કલેકટર શ્રીએ સમગ્ર અરવલ્લીવાસીઓને સરકારની આ યોજના હેઠળ થનારા જળસંચય અને જળબચાવના કામોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. Tintoi village sujalam sufalam

૩.૫૦ એમ.સી.એફ.ટી., સંગ્રહશક્તિ ધરાવતા મેરાજીયા તળાવ ખાતે તળાવ ઉંડુ કરવાના કામનુ ખાતમુહુર્ત કરી જળ અભિયાનનો શુભારંભ કરેલ છે. મેરાજીયા તળાવ ઉંડુ થવાથી તળાવની સંગ્રહશક્તિ ૪.૫૦ એમ.સી.એફ.ટી. થશે. જેનાથી આશરે ૧૦૦.૦૦ હેક્ટર વિસ્તારમાં પરોક્ષ સિંચાઈનો લાભ મળી રહેશે.

સરકારના આ અભિયાનનો મુખ્ય હેતુ જળસંગ્રહ વધારવા સાથે પાણીના સ્ત્રોતની જાળવણી કરવી, સાફ-સફાઇ કરવી સાથે જળસ્ત્રોતનું સમારકામ કરવું વગેરે છે. જાે પાણીનો સંચય થશે તો છેવાડાના ગામથી લઇને દરેક ગામને સ્થાનિકે પીવા, સિંચાઇ કે પશુ જાળવણી માટે પાણીનો પુરવઠો મળી રહેશે

તથા પાણીના તળ ઊંચા આવશે. ત્યારે ૩૧મે સુધી ચાલનારા આ અભિયાનમાં લોકભાગીદારી તથા સો ટકા સરકાર હસ્તકના ૧૪૦૦ થી વધુ કામો કરવાનું આયોજન હોવાથી લોકો આ કામોને પોતાનું કામ સમજીને પુરતો સહયોગ આપે તો તેના પરિણામો અરવલ્લી માટે વરદાનરૂપ બની રહેશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અંદાજે ૨૧.૨૮ કરોડથી વધુના ખર્ચે અરવલ્લીમાં ૧૪૦૦થી વધુ કામ કરવાનું આયોજન છે. આ આયોજન થકી અંદાજે ૮૦૦ લાખ ઘનફુટથી વધુ પાણીનો સંગ્રહ થવાનો છે.

ભિલોડા ધારાસભ્ય શ્રી પી.સી. બરંડાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સરકારના આ ઉમદા કાર્યક્રમમાં જનભાગીદારીમાં વધુમાં વધુ લોકો જાેડાય તો આ યોજનાનો હેતુ સાર્થક થશે અને ચોમાસાના વધુમાં વધુ પાણીનો અરવલ્લી જિલ્લામાં સંગ્રહ કરી શકાશે.

આમ આ વર્ષે આપણા જિલ્લામાં આશરે ૧૪૦૦ થી વધારે જળ સંચયના કામો હાથ ધરવાનું આયોજન કરેલ છે. જેમાં જળસંપત્તિ (રાજ્ય), જળસપત્તિ (પંચાયત), જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન અને પર્યાવરણ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા હયાત તળાવો અને ચેકડેમ ઉંડા કરવા, નદી / વાંકળાની સફાઇ, ટાંકી / સંપની સફાઇ વગેરે જળ સંચયના કામો હાથ ધરવાનું આયોજન છે.

જેનાથી આશરે ૮૦૦ લાખ ઘનફુટ વધારાના પાણીનો સંગ્રહ થઇ શકશે. ત્યારે સરકારના આ ઉમદા કાર્યક્રમમાં જનભાગીદારીમાં વધુમાં વધુ લોકો જાેડાય તો આ યોજનાનો હેતુ સાર્થક થશે અને ચોમાસાના વધુમાં વધુ પાણીનો અરવલ્લીમાં સંગ્રહ કરી શકાશે.

આ પ્રસંગે માન. કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી, ભિલોડા ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા, મોડાસા નગર પલિકા પ્રમુખશ્રી, નાયબ કાર્યપાલક ઇજ્નેર, તાલુકા વિકાસ અધિકારી, ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.