રાષ્ટ્રભક્તિના માહોલ સાથે ડાંગમા તિરંગા યાત્રા યોજાઈ

જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચાધિકારીઓ અને પદાધિકારોઓ યાત્રામા સહભાગી થયા
(ડાંગ માહિતી બ્યુરો) આહવા,રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા રાષ્ટ્રભક્તિના માહોલ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. “હર ઘર તિરંગા” અભિયાનના જન આંદોલનમા જોડાતા જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલી તિરંગા યાત્રામા જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, અધીક નિવાસી કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણીલાલ ભુસારા, કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર.પટેલ,
યુવા રમતગમત અધિકારી શ્રી રાહુલ તડવી સહીત વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ, આહવાની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના બાળકો, નગરજનો વિગેરે જોડાયા હતા. રાષ્ટ્રભક્તિના ગાન સાથે ડી.જે.ના સથવારે યોજાયેલી આ તિરંગા યાત્રામા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, મહામંત્રી શ્રી હરિરામ સાવંત સહિતના સ્થાનિક જન પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.
આહવાના ગાંધી ઉદ્યાનથી પ્રારંભાયેલી આ તિરંગા યાત્રા એસ.ટી.બસ સ્ટેન્ડ થઇ સરદાર બજાર, ફુવારા સર્કલ, પેટ્રોલ પંપ, આશ્રમ રોડ, પ્રવાસી ઘર થઇ કલેકટર કચેરીએ વિસર્જિત થઇ હતી. આહવાની આ તિરંગા યાત્રામા અંદાજીત ૧૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ, સરકારી અધિકારી, કર્મચારીઓ, પદાધિકારીઓ, નગરજનો વિગેરે જોડાયા હતા. આ વેળા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોમા હરેક ઘરે પ્રજાજનો સ્વયંભૂ રીતે તિરંગો ફરકાવી રહ્યા છે
તેમ જણાવ્યુ હતુ. પ્રજાજનોને તિરંગો ધ્વજ વિનામૂલ્યે મળી રહે તે માટે જિલ્લામા કાર્યરત સામાજિક સંસ્થા પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા પ્રત્યેક ગામે રાષ્ટ્રધ્વજની વહેંચણી થઇ રહી છે, તેમ જણાવી કલેકટર શ્રી પંડ્યાએ દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે, પ્રત્યેક નાગરિક દેશપ્રેમની ભાવનાને બળવત્ત બનાવે તે જરૂરી છે તેમ કહ્યુ હતુ.