જુગારી પત્નિ અને સાસુના ત્રાસથી કંટાળી પતિનો આપઘાત
રાજકોટ, બામણબોરના નવાપરામાં રહેતા યુવાનેતેની જુગારી પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી બંને સામે આપઘાત કરવા મજબુર કર્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે બામણબોરના નવાપરામાં રહેતા સંજયભાઈ લક્ષ્મણભાઈ બાવળિયા નામના યુવાને તેના ઘેર છતના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક સંજય બાવળિયાના એક વર્ષ પહેલા કોઠારિયા સોલવન્ટમાં રહેતી મધુબેન દિનેશ પંચાળાની પુત્રી પલ્લવી સાથે લગ્ન થયા હતા
અને આગામી તા.રરના લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી. લગ્નના એક માસ બાદ પલ્લવીએ પરિવારજનો સાથે ઝઘડા શરૂ કર્યા હતા અને સંજયની પત્ની પલ્લવીને જુગાર રમવાની આદત હોય સંજયની સાસુ મધુબેનના કહેવાથી પૈસાની માગણી કરી જુગાર રમતી હતી. આ સઘળી હકીકત મૃતક સંજયએ તેના ભાઈ વિજય સહિતના પરિવારજનોને જણાવી હીત.
પોલીસની વધુ તપાસમાં મૃતક સંજયને તેની પત્ની પલ્લવી પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી જુગાર રમવા માટે નાણાં પડાવતી હતી અને છુટાછેડા આપી દેવા માટે રૂ.પ લાખની માગણી કરી હતી અને પત્ની પલ્લવી અને સાસુ મધુબેનના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું.
મૃતક સંજય બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. આ અંગે પોલીસે મૃતક સંજયના ભાઈ વિજય લક્ષ્મણ બાવળિયાની ફરિયાદ પરથી પલ્લવી સંજય બાવળિયા અને મધુબેન દિનેશ પંચાળા વિરુદ્ધ આપઘાત કરવા મજબુર કર્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.